નાગપુર મહાપાલિકા અને આર્મ્સ બિલ્ડર્સ સહિત પાંચ જણને હાઈ કોર્ટનો આંચકો  - Sandesh
NIFTY 9,998.05 -116.70  |  SENSEX 32,596.54 +-409.73  |  USD 65.0050 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • નાગપુર મહાપાલિકા અને આર્મ્સ બિલ્ડર્સ સહિત પાંચ જણને હાઈ કોર્ટનો આંચકો 

નાગપુર મહાપાલિકા અને આર્મ્સ બિલ્ડર્સ સહિત પાંચ જણને હાઈ કોર્ટનો આંચકો 

 | 12:11 am IST

મુંબઈ, તા. ૨૩

નાગપુર મહાપાલિકા, મહાવિતરણ, નાગપુર સુધાર પ્રન્યાસ, સ્પેન્કો અને આર્મર્સ બિલ્ડર્સને મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચે બુધવારે જોરદાર આંચકો આપતા જોખમી હાયટેન્શન લાઈનની સમસ્યા માટે ઉપાયયોજના શોધવા માટે સ્થાપિત વિશેષ સમિતિના કામકાજના ખર્ચ પેટે પ્રત્યેકને રૂ. ૧૦ લાખ બે અઠવાડિયામાં કોર્ટમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.

આ કાર્ય માટે સમિતિએ શરૂઆતમાં ૨ કરોડ ૫૦ લાખના ખર્ચની માગણી કરી હતી.

કોર્ટે તેની પુનર્વિચારણા કરવાનું કહેતા સમિતિએ આ ખર્ચ એક કરોડ છ લાખ સુધી મર્યાદિતરાખ્યો હતો.

ગયે વર્ષે આર્મર્સ બિલ્ડર્સે નારી ખાતે સુગતનગરમાં બાંધેલા એક અનધિકૃત મકાનમાં પ્રિયાંશ અને પીયૂષ ધર નામના બે જોડિયા બાળકોના હાયટેન્શન લાઈનના સંપર્કમાં આવવાથી મૃત્યુ થયા હતા. કોર્ટે આ ઘટનાની ગંભીર નોંધ લઈને પોતે જ જનહિત યાચિકા દાખલ કરી છે.

નિયમાનુસાર કોઈપણ બાંધકામનું હાયટેન્શન વાયરથી ઓછામાં ઓછું ચાર મીટરનું અંતર હોવું જોઈએ, પરંતુ શહેરમાં અનેક ઠેકાણે આ નિયમની અવહેલના કરવામાં આવી છે.

હાયટેન્શન લાઈનથી જોખમી અંતરે આવેલા ઘરોના માલિકો પર કાર્યવાહી કરવા અગાઉ તેમને સુનાવણીની તક આપવાની જવાબદારી વિશેષ સમિતિને સોંપવામાં આવી છે જેના માટે તેમને એક સપ્તાહની મુદત આપવામાં આવી છે. કોર્ટના આદેશથી ૨૦૪૪ ઘરમાલિકોને નોટિસ આપવામાં આવી છે.

ધર ભાઈઓના કુટુંબને ૧૦ લાખ રૂપિયા ચૂકવવાનો કોર્ટે આર્મ્સ બિલ્ડર્સને આદેશઆપ્યો છે.

એ અનુસાર આર્મ્સ બિલ્ડર્સે કુલ ૨૦ લાખ રૂપિયા કોર્ટના પ્રબંધકની ઓફિસમાં જમા કરાવવા પડશે, ઉપરાંત આર્મ્સ બિલ્ડર્સને પોતાની સંબંધિત મિલકત પર કોઈ ત્રીજા પક્ષનું હિત ઊભું ન કરવાનો વચગાળાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો.

;