મહિલાએ યુવકને ખુરશી સાથે બાંધી સંતોષી વાસના પણ બાથરૂમમાંથી બહાર આવી તો થયો કાંડ

મહારાષ્ટ્રમાં (Maharashtra) નાગપુરમાં (Nagpur) વાસનાભુખી એક મહિલાનો શિકાર બનેલા એક 30 વર્ષના યુવકનું મોત નિપજ્યાની ઘટનાએ સૌકોઈનું ધ્યાન ખેંચ્યુ છે. મહિલાએ શારીરિક સુખ માણતા પહેલા તેના પાર્ટનરને દોરી વડે ખુરસીએ બાંધી દીધો હતો. જેના ગળામાં દોરી ભીંસાઈલ જતા શ્વાસ રુંધાવવાના યુવકનું મોત થઈ ગયું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, મૃતકને આ મહિલા સાથે છેલ્લા પાંચ વર્ષથી સંબંધ હતો. મહિલા વિવાહીત છે અને તેને સંતાનો પણ છે. બંને ગુરૂવારની રાતે એક સાથે સમય વિતાવવા માટે અહીં આ લોજમાં આવ્યા હતા. યૌન સંબંધ બનાવતી વખતે વાસનામાં અંધ બનેલી આ મહિલા ભાન ભૂલી પુરૂષના હાથ-પગ નાઈલોનની રસીથી ખુરશી સાથે બાંધી દીધા હતા. ઉત્તેજના ચરમ પર પહોંચતા આ મહિલાએ ગળામાં પણ રસી બાંધી દીધી હતી.
પોલીસના મતે, સેક્સ માણ્યા બાદ મહિલા ટોયલેટમાં જતી રહી અને ત્યારે જ જોગાનુજોગ જેની સાથે આ મહિલાએ તેના પાર્ટનરને બાંધી દીધો હતો, આ જ સમયે ખુરશી પડી ગઈ હતી. ખુરશી નીચે પટકાતા પુરૂષ પણ નીચે ફસડાઈ પડ્યો અને તેના ગળામાં રહેલી રસી ફંદો બનીને ગળામાં કસાવા લાગી. જ્યારે મહિલા બહાર આવી તો તેણે જોયુ તેના પાર્ટનરના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા.
મહિલાએ તાત્કાલિક મદદ માગી, લોજના માણસોને બોલાવ્યા અને દોરીમાંથી તેના પાર્ટનરને છોડાવ્યો હતો. સૂચના મળતા પોલીસ પણ પહોંચી ગઈ, હાલમાં પોલીસે આ મહિલાની ધરપકડ કરી છે, અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. મહિલાએ યુવક સાથે પોતાના આડા સંબંધ હોવાની વાતને સ્વીકારી હતી. જો કે સુપ્રીમ કોર્ટના એક ચૂકાદા બાદ, 2018થી ભારતમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ ગુનો નથી.
નોંધનીય છે કે ઘણા કપલ સબંધો દરમ્યાન રોમાંચ માટે સામાન્ય કરતાં કંઇક અલગ એક્ટિવીટી કરતે છે. આ દરમ્યાન એક પાર્ટનર બીજા પર હાવી થવાની કોશીશ કરે છે. જો કે આ માટે બીજા પાર્ટનરની સંમતી લેવામાં આવે છે જેને BDSM (બોન્ડેજ, ડિસિપ્લીન, ડોમિનેંસ, સબનિશન, સૈડોચિસ્મ, મૈસકિઝમ) એક્ટિવીટી તરીકે પણ ઓળખવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન