Nagrota Encounter: Masood Azhar's brother was handler
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નગરોટા એન્કાઉન્ટરમાં સૌથી મોટો ઘટસ્ફોટ, મસૂદ અઝહરનો ભાઈ સીમા પારથી આતંકીઓને આપતો આદેશ

નગરોટા એન્કાઉન્ટરમાં સૌથી મોટો ઘટસ્ફોટ, મસૂદ અઝહરનો ભાઈ સીમા પારથી આતંકીઓને આપતો આદેશ

 | 6:30 pm IST
  • Share

જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી અબ્દુલ રઉફ અસગર નગરોટા એન્કાઉન્ટર (Nagrota Encounter)માં સુરક્ષા દળોએ માર્યા ગયેલા ચાર આતંકીઓનો હેન્ડલર હતો. તે કુખ્યાત આતંકવાદી અને મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ મસુદ અઝહરનો ભાઈ છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી પાકિસ્તાનમાં બનાવેલી વસ્તુઓ પણ મળી આવી છે.

પાકિસ્તાન ફરીથી થયું બેનકાબ

આંતકીઓ પાસેથી જપ્ત કરાયેલ સામાનમાં વાયરલેસ, ક્યૂ-મોબાઇલ સેટ્સ, ડિજિટલ મોબાઈલ રેડિયો, પાકિસ્તાનમાં ઉત્પાદિત જીપીએસ જેવી ચીજોનો સમાવેશ થાય છે. આ હુમલામાં પ્રવેશ કરનારા આતંકવાદીઓ પાકિસ્તાનમાં પણ તેમના માસ્ટર સાથે સતત સંપર્કમાં હતા. આ ઘટના બાદ પાકિસ્તાન ફરી એકવાર બેનકાબ થઈ ગયું છે.

ISIએ અશાંતિ ફેલાવવાની જવાબદારી અબ્દુલ રઉફ અસગરને સોંપી

સૂત્રોએ એક ખાનગી ન્યુઝ ચેનલને જણાવ્યું હતું કે, આર્ટિકલ 37૦ની જોગવાઈઓમાં ફેરફાર થયા બાદ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ ખીણમાં અશાંતિ ફેલાવવા માટેની જવાબદારી જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસુદ અઝહરના ભાઈ અબ્દુલ રઉફને આપી છે. આ હુમલાના કાવતરામાં આઈએસઆઈ, અબ્દુલ રઉફ અસગર અને કાઝી તરાર સામેલ હતા.

જમ્મુ-કાશ્મીરના નગરોટામાં બે દિવસ પહેલા થયેલા એન્કાઉન્ટર (Encounter)માં જૈશ-એ-મોહમ્મદના 4 આતંકી માર્યા ગયા હતા. આ તમામ આતંકીઓ મુંબઈમાં થયેલા 26/11 જેવો જ હુમલો કરવાની ફિરાકમાં હતાં. નગરોટા એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ ઠાર થવા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા જવાનોના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, આપણા જવાનોની બહાદુરીના કારણે જ પાકિસ્તાનનો કારસો નિષ્ફળ ગયો હતો. જવાનોની પ્રોફેશનલ એક્ટિવિટીના કારણે જ જમ્મુ-કાશ્મીરમાં લોકો સુરક્ષિત રહ્યા હતા. તેમની સતર્કતાના કારણે જમ્મુ-કાશ્મરીમાં લોકશાહીના અભ્યાસો ઉપર થયેલા હુમલાને નિષ્ફળ બનાવી શકાયો છે. જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓનો સફાયો સંકેત આપે છે કે, તેઓ વિનાશ વેરવા માટે જ અહીંયાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નગરોટામાં થયેલા આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર મુદ્દે વડા પ્રધાનની આગેવાની હેઠળ શુક્રવારે હાઇલેવલ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, એનએસએ અજિત ડોભાલ અને વિદેશ સચિવ સહિત કેટલાક ટોચના અધિકારીઓ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન ઘટના અને તેને કાબૂ કરવા અંગે જવાનોના વખાણ કરવામાં આવ્યા હતા જ્યારે આવી વધતી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ વીડિયો પણ જુઓઃ કોરોનાકાળમાં 108ની જવાબદારીમાં વધારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન