Naina Daughter of Martyr Major Akshay Heartfelt Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • શહીદની દીકરીની આ વાતો સાંભળી તમને પણ થશે ગર્વ, કહ્યું- આર્મી એ છે જે…

શહીદની દીકરીની આ વાતો સાંભળી તમને પણ થશે ગર્વ, કહ્યું- આર્મી એ છે જે…

 | 2:51 pm IST

30મી નવેમ્બર 2016ના રોજ જમ્મુના નાગરોટામાં પોલીસ યુનિફોર્મમાં આવીને આંતકવાદીઓએ આર્મી યૂનિટ પર હુમલો કર્યો હતો જેમાં મેજર અક્ષય ગિરીશ કુમાર શહીદ થયા હતા. મેજર અક્ષય 51 એન્જિનિયર રેજીમેન્ટના ઓફિસર હતા. તેમના શહીદ થયા બાદ તેમની પત્ની સંગીતા અને દીકરી નૈનાનું સંપૂર્ણ જીવન બદલાઈ ગયું હતું. 2017માં સોશિયલ મીડિયાના ફેસબુક એકાઉન્ટ પર તેમને કહ્યું હતું કે મેજર અક્ષયના ગયા પછી તેમનું જીવન કેટલું મુશ્કેલ બન્યું છે.

પરિવારને મેજર અક્ષયની શહાદત પર ગર્વ છે. જ્યારે તેમની દીકરીએ આર્મી માટે કેટલીક એવી વાતો કરી છે જેને સાંભળીને તેમને ગર્વ થશે. અક્ષય ગિરીશની માતા મેઘના ગિરીશે મેજર અક્ષયની પત્ની અને તેમની દીકરીનો એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તેમની દીકરી આર્મી વિશે વાત કરે છે. જેને સાંભળીને તમને ગર્વ થશે. બાળપણમાં અક્ષયની દીકરી નૈનાને આર્મી વિશે જે વાતો કહેવામાં આવી હતી તે હાલ પણ તેને યાદ છે. અક્ષયની માતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે જેમાં નૈના કહે છે કે,‘આર્મી એ છે જે અમને પ્રેમ કરતા શીખવાડે છે, આર્મી એ છે કે દુશ્મનોથી લડતા શીખવાડે છે. આર્મી એ છે જે ક્યારે ડરતી નથી, આર્મી એ છે જે બધાને જય હિન્દ કહે છે.’

જ્યારે નૈનાને તેમની માતા સંગીતા એમ પૂછે છે કે આ વાતો તમને કોણે કહી તો નૈના જવાબ આપતા કહે છે કે,‘મારા પપ્પાએ જૂના ઘરમાં આ વાતો મને કહી હતી.’ વીડિયોના અંતમાં નૈના જય હિન્દ કહે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન