Nalin kotadiyae court in the big reveal
  • Home
  • Featured
  • પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ કોર્ટમાં કર્યો મોટો ઘટસ્ફોટ, જાણો ભાગવાનું શું કારણ બતાવ્યું?

પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ કોર્ટમાં કર્યો મોટો ઘટસ્ફોટ, જાણો ભાગવાનું શું કારણ બતાવ્યું?

 | 8:02 am IST

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને 12 કરોડના બિટકોઇન પડાવીને 32 કરોડ રૂપિયાના હવાલા પાડવાના મામલે પકડાયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ કોર્ટમાં એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ મારી હત્યા કરવા માગતા હોવાથી હું ભાગી ગયો હતો.

ગંભીર બીમારીઓથી પીડાતો હોવા છતા પોલીસે મને કોઈની સાથે વાત કરવા દીધી નહોતી અને વકીલની મદદ પણ લેવા દીધી નહોતી. જો કે, રિમાન્ડ અરજીની સુનાવણી બાદ સ્પેશયલ જજ પી.જે. તમાકુવાલાએ નલિન કોટડિયાને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

12 કરોડ રૂપિયાના બિટકોઇન તોડ અને હવાલા મામલે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની મહારાષ્ટ્ર જિલ્લાના જલગાંવના મલેનર રેલ્વે સ્ટેશન પાસેના કર્વાટસમાંથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયા હતા. સીઆડી ક્રાઈમના ડીવાયએસપી એ.એ.સૈયદે આરોપી નલિન કોટડિયાને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. જયાં કોર્ટે આરોપી કોટડિયાને પુચ્છા કરી હતી કે, તમને પોલીસ સામે કોઈ ફરિયાદ છે અને તમારા વકીલ છે.

ત્યારે કોટડિયાએ કોર્ટને જણાવ્યુ હતુ કે,એડવોકેટને જાણ કરી નથી અને પોલીસ સામે કોઈ ફરિયાદ નથી.ત્યારબાદ સ્પે. સરકારી વકીલ અમીત પટેલ અને વર્ષા રાવે 14 દિવસના રિમાન્ડ માગતા કોર્ટને જણાવ્યુ હતુ કે, ફેબ્રુઆરી 2018ની ધટનામાં આરોપી કિરીટ પાલડિયા, કેતન પટેલ,જતીન પટેલ અને નલિન કોટડિયાની મહત્વની ભૂમિકા હતી તે અંગે તપાસ કરવાની છે. આરોપીઓની કોલ ડિટેઈલ આધારે ગુનો બન્યા પછી અને પહેલાં કોની સાથે કોઈ કઈ વાત કરી? નાસતા ફરતા જતીન પટેલ સાથે સંપર્કમાં હોવાથી તેની તપાસ કરવાની છે.