નલિયાકાંડમાં જે હોટલનું નામ ઉછળ્યું તે લાઈસન્સ વિના જ ચાલે છે - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • નલિયાકાંડમાં જે હોટલનું નામ ઉછળ્યું તે લાઈસન્સ વિના જ ચાલે છે

નલિયાકાંડમાં જે હોટલનું નામ ઉછળ્યું તે લાઈસન્સ વિના જ ચાલે છે

 | 9:41 pm IST

નલિયાના ચકચારી દુષ્કર્મકાંડમાં અનેક લોકોની પોલ પાધરી પડી રહી છે. માધાપર નજીકની એક હોટલનો પણ આ કાંડમાં ઉપયોગ થયો હોવાની વાત બહાર આવી છે, ત્યારે આ હોટલ પાસે કાયદેસરનું લાઈસન્સ જ ન હોવાનું અને તે ગેરકાયદેસર પ્લોટ પર બની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સત્યની નજીક રહેવાનો દાવો કરતી પોલીસ આ મામલે પણ તપાસ કરે તે ઈચ્છનીય છે.

મળતી માહિતી મુજબ નલિયાકાંડમાં જે હોટલમાં દુષ્કર્મ આચરાયું હતું તેના નામ બહાર આવતાં તે પૈકીની એક હોટલ માધાપરના આંગણે જ આવેલી છે. તેની પાસે હોટલ ચલાવવાનું લાઈસન્સ જ ન હોવા છતાં નલિયાકાંડમાં પોલીસ જેને વારંવાર બોલાવે છે એવા માધાપરના ભાજપના યુવા નેતાના આશીર્વાદથી તે ધમધોકાર ચાલુ છે. ચોંકાવનારી વાત તો એ છે કે, નલિયાકાંડના મામલે પોલીસે આ હોટલનું પંચનામું સુદ્ધા કર્યું છે, પણ તે કાયદેસર છે કે નહીં તેની માહિતી પોલીસ ઓકાવી નથી શકી અથવા તો જાહેર કરવા નથી માગતી.

આટલું ઓછું હોય એમ આ હોટલનું જ્યાં બાંધકામ થયું છે એ પ્લોટ પણ ગેરકાયદેસર છે. જે જમીન પર તેનું બાંધકામ કરાયું છે તે ખરેખર તો સરકારી પડતર જમીન છે. માધાપરના આ યુવા નેતાએ પ્લોટને એ/બી નંબર આપીને લાલબુક બનાવડાવી દીધી છે. નગર નિયોજનના નકશાઓ તેમજ પંચાયતનું રેકર્ડ બારીકાઈથી ચકાસવામાં આવે તો સઘળા ભોપાળા બહાર આવી શકે એમ છે.

આ ચકચારી હોટલ ઉપરાંત માધાપરથી આગળ જતા માર્ગ પર આવેલી અન્ય ત્રણ હોટલની પણ તપાસ થવી જરૃરી છે, તેમનું પણ લાઈસન્સ છે જ નહીં અને આ હોટલોમાં પણ ગોરખધંધા ચાલતા હોવાની ચર્ચા છે. તો નલિયાકાંડમાં નખત્રાણાની હોટલ તેમજ નેત્રા પાસે એક ફાર્મહાઉસ પર શરાબ-શબાબની મિજબાની કરાવાતી હોવાનું પણ લોકમુખે છે. આ ફાર્મહાઉસ પર દુષ્કર્મકાંડના નરાધમો અને તેમના મિત્ર વર્તુળો સતત મિજબાની માણતા રહ્યા છે.