Namaste Trump Live: Read The All Update of the Mega Event
 • Home
 • Ahmedabad
 • નમસ્તે ટ્રમ્પ: ભલે પધાર્યા! અ’વાદીઓના સ્વાગતથી ટ્રમ્પ થયા ઓળઘોળ, પાક.ની કાઢી ઝાટકણી

નમસ્તે ટ્રમ્પ: ભલે પધાર્યા! અ’વાદીઓના સ્વાગતથી ટ્રમ્પ થયા ઓળઘોળ, પાક.ની કાઢી ઝાટકણી

 | 8:52 am IST

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, દીકરી ઇવાન્કા તથા જમાઈ જેરેડ કુશનર ઉપરાંત ૩૦ જેટલાં ઉચ્ચ અધિકારીઓનાં ડેલિગેશન સાથે અમદાવાદ આવી પહોંચ્યાં છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સીધા અમદાવાદ આવી ભારતયાત્રા શરૂ કરતા હોય તેવી આ પહેલી ઐતિહાસિક ઘટના બની રહેશે. ત્યારે અહીં જાણો આ કાર્યક્રમને લગતી તમામ અપડેટ…..

 • ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રા જવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટ પતાવી ટ્રમ્પ થયા રવાના.

 • ભાષણ પતાવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટ જવા માટે નીકળ્યા હતા. રસ્તામાંથી તેઓએ પોતાની યાત્રાને લઈ ફરી એકવાર હિન્દીમાં ટ્વીટ કર્યું હતું.

 • નમસ્તે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ભાષણની શરૂઆત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ભારતની રિસ્પેક્ટ કરે છે. અમેરિકા હંમેશા ભારતને વફાદાર રહ્યું છે. અમે હાઉડી મોદી કાર્યક્રમ માટે દુનિયાના સૌથી મોટા ફૂટબોલ સ્ટેડિયયમાં મોદી માટે કાર્યક્રમ રાખ્યો. જ્યારે મોદીએ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ રાખ્યો. આ સ્ટેડિયમ ખુબ જ સુંદર છે. મારા માટે હજારો લોકો અહીં આવ્યા, અને હજારો લોકોએ રસ્તા પર લાઈનો લગાવી અને રસ્તા પર ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવી. હું હંમેશા આ સન્માનને યાદ કરીશ. ભારત દુનિયાની સૌથી મોટી અને વિશાળ ઈકોનોમી છે.
 • આગળ જતાં ટ્રમ્પે કહ્યું કે- છેલ્લા દાયકામાં ભારતે હજારો લોકોને ગરીબીથી દૂર કર્યા છે. ભારતમાં તમામના ઘરે વીજળી પહોંચાડી છે. ઈન્ટરનેટ સાથે હજારો લોકોને જોડ્યા. 71 મિલિયન ઘરોમાં  ગેસ પૂરો પાડ્યો અને લાખો લોકોને ટોઈલેટ બનાવ્યું. અને ભારત દરેક મિનિટે લોકોને ગરીબીમાંથી બહાર કાઢી રહ્યું છે. અને થોડા જ સમયમાં ભારત વિશ્વમાં મિડલ ક્લાસનો સૌથી મોટો દેશ હશે. અને ભારતમાં ગરીબી સંપુર્ણ હટી જશે. ભારત સદીનો ઉત્કૃષ્ટ દેશ છે. ભારત લોકતાંત્રિક, શાંતિપ્રિય અને સહનશીલ દેશ છે. 
 • ભારત દર વર્ષે 2000થી વધારે ફિલ્મો બનાવે છે. સમગ્ર દુનિયામાં આ ફિલ્મોને પસંદ કરવામાં આવે છે. લોકો ભાંગડા સંગીતનો ઉલ્લેખ કરે છે. તો લોકોને DDLJ ફિલ્મ પણ ખુબ પસંદ કરે છે. ભારતે દુનિયાને સચિન, વિરાટ કોહલી જેવા માટો ખેલાડી આપ્યા છે.
 • પીએમ મોદી ન ફક્ત ગુજરાત પણ દેશ માટે ગર્વ છે, તે અસંભવને સંભવ બનાવી શકે છે. વડાપ્રધાનની આગેવાનીમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે. અને આ વિકાસ યાત્રા દુનિયા માટે એક મિસાલ છે.
 • ટ્રમ્પે હોળી, દિવાળી જેવા તહેવારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, આજે હિન્દુ, જૈન, મુસ્લિમ, શીખ સહિત અનેક ધર્મોનાં લોકો રહે છે, અહીં ડઝનો ભાષાઓ બોલાઈ છે. પણ તેમ છતાં આ દેશમાં એક શક્તિની જેમ લોકો રહી રહ્યા છે. સાથે ટ્રમ્પે કહ્યું કે, અમેરિકામાં ભારતીય મૂળનાં લોકોએ ત્યાંના વિકાલમાં મોટી ભૂમિકા ભજવી છે. અમેરિકામાં રહેતાં અનેક બિઝનેસમેન ગુજરાતથી આવે છે. તેવામાં અમેરિકાના વિકાસમાં મહત્વપુર્ણ ભૂમિકા નિભાવવા માટે અમે સૌ કોઈનો આભાર માનીએ છીએ 
 • PM મોદીએ નમેસ્ત ટ્રમ્પ બોલીને કાર્યક્રમની શરૂઆત કરી

 • મોટેરા સ્ટેડિયમમાં ઉષ્માભેર મોદીએ ટ્રમ્પનું કર્યું સ્વાગત

 • મોટેરા સ્ટેડિયમમાં પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે ટ્રમ્પની મુલાકાત કરાવી
 • ટ્રમ્પની દીકરી ઇવાંકા ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમમાં બધાને મળી રહ્યા છે

 • મોદી-ટ્રમ્પ એક જ કારમાં બેસીને મોટેરા સ્ટેડિયમ પહોંચી ગયા
 • પીએમ મોદીએ ટ્વીટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. 

 • સાબરમતી આશ્રમમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચરખો કાંત્યો હતો. તો વડાપ્રધાન મોદીએ પોતે ટ્રમ્પને સાબરમતી આશ્રમની જાણકારી આપી હતી. એકરીતે પીએમ મોદી આશ્રમમાં ટ્રમ્પના ટૂર ગાઈડ બન્યા હતા. ટ્રમ્પ અને મોદીએ ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા.

 • 12.30 pm: એરપોર્ટથી સીધા પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો સાબરમતી આશ્રમ પહોંચ્યો હતો. 
 • એરપોર્ટ બાદ ટ્રમ્પ પોતાની બીસ્ટ ગાડીમાં બેસીને  ઈન્ડિયા રોડ શો શરૂ થયો હતો. રસ્તા પર જતાં પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

 • તો ટ્રમ્પે પણ ગાડીમાં બેસીને રસ્તા પર સ્વાગત માટે ઉભેલાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. 

 • એરપોર્ટ પર માથે ગરબો રાખીને મહિલાઓએ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. 

 • પ્રોટોકોલ તોડીને પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે પહોંચ્યા. જેવા જ સીડીઓથી ટ્રમ્પ નીચે આવ્યા ત્યાં જ આગળ ઉભેલાં વડા પ્રધાન મોદી તેમને ભેટી પડ્યા હતા. જાણે કે વર્ષો જૂનાં બે દોસ્ત મળી રહ્યા હોય તેવો નજારો એરપોર્ટ પર સર્જાયો હતો. 

 • ઈવાન્કા ટ્રમ્પ પોતાના પતિ જેરેડ કુશનર સાથે…

 • 11.38 am: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્લેન એરફોર્સ વન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂક્યું છે. પત્ની મેલાનિયા. પુત્રી ઈવાન્કા અને જમાઈ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવ્યા છે. 

 • મોટેરા સ્ટેડિયમમાં VVIP મહેમાનો માટે વ્યવસ્થા પણ VVIP કરી આપવામાં આવી છે. તેમના માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. VVIP મહેમાનો માટે ઈટાલિયન, ચાઈનીઝ, પંજાબી ફૂડની મજા માણશે. તો જૈન અને ડાયાબિટીસ ધરાવતાં લોકો માટે જૈન અને સુગર ફ્રી ભોજનની પણ વ્યવસ્થા છે. 
 • પીએમ મોદીએ ટ્રમ્પના ટ્વીટનો રિપ્લાય આપતાં ટ્વીટ કરીને લખ્યું કે, અતિથિ દેવો ભવઃ 

 • કિંજલ દવે બાદ પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીએ મારી લાડકી ગીત શરૂ કરતાં જ લોકોએ સૂરોમાં સૂર પૂરાવ્યો હતો. તો કીર્તિદાન ગઢવીની સાથે દિવ્યાંગ છોકરીએ લાડલી ગીત ગાતાં સ્ટેડિયમમાં બેસેલાં સૌ કોઈની આંખોમાં ઝળઝળિયા આવી ગયા હતા.

 

 • મોટેરા સ્ટેડિયમમાં 60 હજાર લોકોએ કરી લીધો પ્રવેશ, હજુ પણ સ્ટેડિયમ બહાર ભારે જનમેદની. સ્ટેડિયમની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમની મજા માણી રહ્યા છે હજારો લોકો. સ્ટેડિયમમાં ગુજરાતી સિંગર કિંજલ પટેલે ‘ગુજરાતી લાલા’ ગીતની શરૂઆત કરતાં જ સમગ્ર સ્ટેડિયમમાં લોકો ડોલી ઉઠ્યા હતા. સ્ટેડિયમમાં મોદી….મોદી…નાં નારાં ગુંજી ઉઠ્યા હતા. તો અમુક લોકો તો સ્ટેડિયમમાં જ ગરબે ઘૂમવા લાગ્યા હતા. 
 • 10.22 am: નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યપાલ અને અમદાવાદના મેયર બિજલ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. 

 • પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં જે ટવીટ કર્યું હતું તેનો જવાબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આપ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દીમાં ટ્વીટ કરીને લખ્યું હતું કે- હું ભારત આવવા તત્પર છીએ. હું રસ્તામાં છું, થોડા જ કલાકોમાં હું બધાને મળીશ.

 • ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએંમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. 9000 બહેનો સામૈયા દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીનું સ્વાગત કરશે. કોટેશ્વરથી સ્ટેડિયમ સુધી કળશથી સામૈયું કરાશે. દૂધ ઉત્પાદક મહિલાa દ્વારા સ્વાગત કરવામાં આવશે.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈ ટ્વીટ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદ આવતાં પહેલાં એક વીડિયો શેર કર્યો હતો. જેને રિટ્વીટ કરીને પીએમ મોદીએ લખ્યું કે, ભારત તમારા આગમનની આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યું છે. તમારી મુલાકાતથી આપણા દેશો વચ્ચેની મિત્રતા જરૂરથી વધારે ગાઢ બનશે.

 • રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈન્ડિયા રોડ શોમાં સૌ પ્રથમ ગુજરાતી ગરબા નિહાળશે. સ્વાગત રૂટમાં પ્રથમ સ્ટેજ પર ગુજરાતી ગરબાનું સ્ટેજ છે. માથે બેડાં રાખીને યુવતીઓ દ્વારા ગરબા રજૂ કરવામાં આવી રહ્યા છે.

 • નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે 12 વાગ્યાની આસપાસ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવશે. પણ તેમના આગમન પહેલાં જ વહેલી સવારથી જ લોકોએ મોટેરા સ્ટેડિયમની બહાર લાઈનો લગાવી દીધી હતી. સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં પાસધારકો ઉમટી પડ્યા હતા. અને આ અભૂતપુર્વ અને ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા થનગની રહેલાં લોકો એક મોકો છોડવા માગતા નથી. મોટેરા સ્ટેડિયમમાં એક લાખથી પણ વધારે લોકો બેસી શકે છે. 

 • વડોદરાના 650 ઉદ્યોગપતિ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં હાજર રહેવા અમદાવાદ પહોંચી ગયા હતા. FGIના 130 સહિતનાં ઉદ્યોગપતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સ્ટેડિયમમાં ઉદ્યોગપતિઓ માટે અલગથી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 11 બસમાં વડોદરાથી ઉદ્યોગપતિઓ અમદાવાદ પહોંચ્યા હતા.
 •  તો ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં મહેસાણાના 15 હજાર લોકો ઉપસ્થિત રહેશે. લોકોને લઈ જવા માટે મહેસાણાથી 300 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા મહેસાણાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસનગરની એસ કે યુનિવર્સિટીમાંથી 1500 જેટલા વિધાર્થીઓ અમદાવાદ પહોંચશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન