Namibia team prevent Pakistan from reaching the semi-finals T20 World cup 2021
  • Home
  • Sports
  • Cricket
  • શું પાકિસ્તાનને સેમી ફાઇનલમાં પહોંચતા અટકાવશે આ ટીમ?

શું પાકિસ્તાનને સેમી ફાઇનલમાં પહોંચતા અટકાવશે આ ટીમ?

 | 6:26 pm IST
  • Share

  • આવતીકાલે પાકિસ્તાન અને નામીબિયા વચ્ચે મેચ
  • નામીબિયાની ટીમ પાકિસ્તાનને આપશે ટક્કર
  • શું નામીબિયા પાકિસ્તાનને હરાવશે? 

ટી-20 વર્લ્ડકપ 2021માં સતત ત્રણ મેચ જીત્યા બાદ પાકિસ્તાનની ટીમ મંગળવારે નામીબિયા વિરૂદ્ધ પોતાનું પ્રદર્શન યથાવત રાખી સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવાની કોશિશ કરશે. વિશ્વકપ માટે પાકિસ્તાનની તૈયારી સારી રહી નહતી. ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડે પાકિસ્તાનનો પ્રવાસ રદ કરી નાખ્યો હતો. જેના કારણે તેમની ટીમને અભ્યાસ કરવાની તક નહોતી મળી. પરંતુ બાબર આઝમની આગેવાનીવાળી ટીમે તમામ વિપરિત પરિસ્થિતિનો સામનો કરી ટી-20 વર્લ્ડકપમાં ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે.

ભારત વિરૂદ્ધ ઐતિહાસિક જીત બાદ પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને હરાવ્યું. આ બંને ટીમો વિરૂદ્ધ તેમની થોડી નબળાઇ પણ સામે આવી પરંતુ તેમનો જીતનો ક્રમ તૂટ્યો નહીં.

જો પાકિસ્તાનના સલામી બેટ્સમેન બાબર અને રિઝવાન સારૂ ન રમે તો તેમનો મીડલ ઓર્ડર જવાબદારી સંભાળવા માટે તૈયાર રહે છે અને જો તેમનાથી પણ કામ ન થાય તો લાંબા શોટ મારીને આસિફ અલી પણ મેચ જીતાવી શકે છે.

ગત મેચમાં અફઘાનિસ્તાન સામે હાર્યા બાદ નામીબિયા માટે આ મેચ ખુબ જ મોટી છે અને તે એક મોટી ટીમને પોતાના તરફથી પડકાર આપવામાં કોઇ કસર છોડશે નહીં.

નામીબિયા સુપર-12માં સ્થાન બનાવીને પહેલા જ દીલ જીતી ચુક્યું છે પરંતુ કેપ્ટન ગેરહાલ્ડ ઇરસમસે સ્પષ્ટ કર્યું છે કે, તેમની ટીમ ઉલટફેર કરવા પર ધ્યાન આપી રહી છે. ઇરાસમસે કહ્યું,‘અમે પડકારથી અવગત છીએ. અમે આ સ્તર સુધી પહોંચવાનો ફાયદો ઉઠાવીશું. ભવિષ્ય માટે આ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો