nanad bhabhi jodi of Bollywood aishwarya rai shweta nanda kareena
  • Home
  • Featured
  • Photos: સગી બહેનથી વધુ ગાઢ સંબંધ છે આ નણંદ-ભોજાઈનો, કરીના કપૂર અને ઐશ્વર્યા રાય મોખરે

Photos: સગી બહેનથી વધુ ગાઢ સંબંધ છે આ નણંદ-ભોજાઈનો, કરીના કપૂર અને ઐશ્વર્યા રાય મોખરે

 | 7:54 am IST

લગ્ન બાદ યુવતીઓનું જીવન બદલાય જાય છે. પરિવાર સાથે ઘણા સંબંધો જોડાયેલા છે. આમાંનો એક ભાભી અને નણંદનો સંબંધ છે. આ સંબંધ ખૂબ જ સુંદર સંબંધ છે. પતિની બહેનને નણંદ કહેવામાં આવે છે. ભાભી અને નણંદ વચ્ચે બહેનો જેવું બને તે ખુબ સારી વાત છે. બોલિવૂડમાં પણ આવા ઘણા સંબંધો છે જે ઉત્કૃષ્ટ ઉદાહરણ સમાન છે.

ટ્વિન્કલ ખન્ના અને અલ્કા ભાટિયા
બોલિવૂડ એક્ટ્રેસ ટ્વિન્કલ ખન્નાએ એક્ટર અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા. અક્ષય કુમારની એક બહેન અલ્કા ભાટિયા પણ છે. ટ્વિન્કલ ખન્ના અને અલ્કા ભાટિયા નણંદ ભાભી કરતા વધારે મિત્રો છે. બંને વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે.

કરીના કપૂર- સોહા અલી ખાન
આ યાદીમાં કરીના કપૂર ખાન અને સોહા અલી ખાનની જોડી પણ શામેલ છે. અસલી બહેનોની જેમ કરીના અને સોહા વચ્ચે બોન્ડિંગ છે. બંને ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે. તે બંને રજાઓમાં ફરવા જાય છે, ખરીદી કરે છે, પાર્ટી કરે છે. બંનેનું વચ્ચે ખાસ જોડાણ છે.

મીરા રાજપૂત – સનાહ કપૂર
મીરા રાજપૂત અને શાહિદ કપૂરની બહેન સનાહ કપૂર વચ્ચેનો સંબંધ પણ ખૂબ મજબુત છે. આ નણંદ ભોજાઈ વચ્ચે ગાઢ સંબંધ છે. બંને ઘણીવાર રેસ્ટોરાં વગેરેમાં જોવા મળે છે.

ઐશ્વર્યા રાય- શ્વેતા નંદા
બોલિવૂડમા આવી જ એક જોડી એટલે ઐશ્વર્યા રાય- શ્વેતા નંદા. આ બંને એક બીજાની ખુબજ નજીક છે. શ્વેતા નંદાએ ‘કોફી વિથ કરણ’ શોમાં પણ કહ્યું હતું કે તે ખુબજ ખુશ છે કે ઐશ્વર્યા રાય સાથે તેના ભાઈના લગ્ન થયા અને તેના પરિવારમાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન