નણંદ- ભાભીનાં સંબંધો સહેલી જેવા બની શકે - Sandesh

નણંદ- ભાભીનાં સંબંધો સહેલી જેવા બની શકે

 | 2:53 am IST

ખુલ્લી વાતઃ અમિતા મહેતા

નણંદ-ભાભીના સંબંધોમાં આજે ય કંઈક અંશે ઈર્ષ્યા અને ગ્રંથિઓ કામ કરે છે. જેથી સંબંધોમાં સાચી આત્મીયતા આવતી નથી. નણંદ અને ભાભી એકબીજા માટે ઉપયોગી અને પૂરક છે. જો તેઓ થોડી સમજદારી દાખવે તો એમનાં સંબંધો સહેલી જેવા બની શકે.

ખબર નહીં કેમ નણંદ-ભાભી એકબીજાને પોતાની હરીફ્ સમજે છે. અગર ભાભી સાથેનાં સંબંધો શરૂઆતથી જ સારા રાખવા ઈચ્છો તો એક વાત મનમાં બેસાડવી પડશે કે ભાભી તમારી હરીફ્ નથી. એ તમારા ઘરમાં આવી છે તો તમારી ફ્રજ છે કે એમને તમારા ઘરના વાતાવરણથી પરિચિત બનાવો. એને એડજસ્ટ થવામાં હેલ્પ કરો. પરિવારનાં લોકોનો સ્વભાવ, ટેવ અને રસરૂચિ સમજાવવાની ફ્રજ નણંદની છે. અગર નણંદ કોઈ પણ જાતનાં રોફ્ કે કટુતા વિના ભાભીને હેલ્પ કરશે તો ભાભીનાં મનમાં જરૂરથી એમના માટે લાગણી જન્મશે.

નણંદ અને ભાભી અલગ પરિવારની સભ્ય છે. બંનેની પરવરિશ પણ અલગ રીતે થઈ છે તેથી બંને પાસે એકબીજા પાસેથી શીખવાની અનેક વસ્તુઓ હશે. અગર કોઈ સારી રેસિપી ભાભીને આવડતી હોય તો એની પાસેથી નણંદ શીખી શકે. આ સિવાય ફેશન, હોમ ડેકોરેશન, બ્યુટી ટિપ્સ, એજ્યુકેશન કે જોબ રીલેટેડ એવી અનેક બાબતો છે. જે એકબીજા પાસેથી શીખીને તમારી પર્સનાલિટીને એન્હાન્સ કરી શકો. અગર ભાભીની બોલવા- ચાલવાની રીત સારી છે તો એનાથી જેલેસી ફીલ કરવાને બદલે એ રીત શીખવી જોઈએ. કોઈની પણ સારી વાત અપનાવવામાં ઈગો નહીં આવવો જોઈએ.

અગર તમે કોઈની નણંદ છો, અવિવાહિત છો તો એ વાત હંમેશાં ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે પણ એક દિવસ લગ્ન કરીને સાસરે જવાના છો. આથી તમારા માટે એ જ બહેતર હશે કે તમે તમારા વ્યવહાર અને વાતચીત પર નિયંત્રણ રાખતા શીખો. અગર તમે ભાભી સાથે ખરાબ રીતે વર્તશો તો ભાભી સાથેનાં સંબંધો બગાડશો. જો તમારું વર્તન સારું હશે તો ભવિષ્યમાં તમારા સાસરે પણ તમારી નણંદ સાથે સારા સંબંધ વિકસાવાવનું બળ મળશે. ભાભી સાથેનાં બગડેલાં સંબંધો લગ્ન પછી તમારા પિયર આવવા જવા પર અને વ્યવહારો પર પણ અસર કરશે. બની શકે કે. તમારા પતિને પણ એ યોગ્ય માન ન આપે. બીજું કંઈ નહીં તો તમારા ભવિષ્યનો વિચાર કરીને પણ ભાભી સાથે સારા સંબંધ રાખો.

અગર તમે પરણીત છો અને ભાઈનાં લગ્ન પહેલાં અગર તમે ઘરનાં નાના- મોટા નિર્ણયોમાં દખલગીરી કરતા હતા તો ભાઈનાં લગ્ન બાદ પિયરની વાતોમાં માથંુ મારવાનું બંધ કરી દો એ જ બહેતર છે. પિયરમાં એટલું જ બોલો જેટલું જરૂરી છે. ભાઈનાં લગ્ન બાદ પિયર વારંવાર વિના કારણે જવું ઉચિત નથી અને વગર માંગ્યે સલાહ આપવી પણ ઉચિત નથી. અગર કોઈએ તમને યોગ્ય માન ન આપ્યું કે તમારી વાત કાપી નાંખી તો તમને ખરાબ લાગશે.

અને હા, બીજી એક વાત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે તમને તમારા પિયરમાં ઉચિત સન્માન નથી મળતું તો તેઓ તમને સાસરામાં પણ યોગ્ય માન નહીં આપે. તમારું મહત્ત્વ નહીં સ્વીકારે એ માટે બની શકે તમારે સાસરામાં ખરું- ખોટું સાંભળવું પડે.

જો કે, એવું પણ નથી કે નણંદ જ દરેક બાબતે ખોટી હોય છે. ઘણી વખત એવું બને કે ભાભી નણંદને પોતાની આંખનો કાંટો સમજતી હોય છે. અને એની સાથે ખરાબ વ્યવહાર કરે છે. અગર તમે ભાભી છો એ વાત ખ્યાલમાં રાખજો કે પતિનો પ્રેમ અને સન્માન મેળવવા માટે તમારે પતિની સાથે આખા પરિવાર સાથે લાગણી અને સન્માનનાં સંબંધથી જોડાવું પડશે. અગર તમે શરૂઆતમાં નણંદને સહી લેશો તો આગળ જતાં તમને જ ફયદો થશે.

નણંદ-ભાભીએ એકબીજા સાથે સંબંધ સુધારવા માટે એકબીજાનાં અનુભવ શેર કરો. એકબીજા પાસેથી નવું- નવું શીખો, સાથે મળીને મૂવી જુઓ- ગપ્પાં મારો અને ફ્રવા જાઓ.

નણંદ નાની છે તો એને ભણવા માટે કરિયર માટે પ્રોત્સાહિત કરો. વારે- તહેવારે ગિફ્ટ આપો. મોટી બેનની જેમ વર્તો.

નણંદ ભાભીને એનાં દિલની વાત કરી સાસરામાં કોઈ સમસ્યા હોય તો સલાહ લઈ શકે છે.

નણંદ પાસેથી સાસુ વિશે જાણકારી મેળવી સાસુ સાથેના સંબંધો મજબૂત બનાવી શકાય. વળી, નણંદની સાથે ભાભી સારું રાખશે તો સાસુ તમારી સાથે ખરાબ વર્તન કરતાં પહેલાં વિચારશે. સાસુ- વહુનાં ઝઘડામાં નણંદ મધ્યસ્થી બની શકે. તમને સપોર્ટ કરી શકે.

[email protected]