દેશ માટે પ્રાણની આહુતિ આપનારા જવાનોના પરિવારોની પડખે આવ્યો નંદેસરી ઉદ્યોગ - Sandesh
  • Home
  • Baroda
  • દેશ માટે પ્રાણની આહુતિ આપનારા જવાનોના પરિવારોની પડખે આવ્યો નંદેસરી ઉદ્યોગ

દેશ માટે પ્રાણની આહુતિ આપનારા જવાનોના પરિવારોની પડખે આવ્યો નંદેસરી ઉદ્યોગ

 | 9:35 pm IST

પુલવામામાં સીઆરપીએફ ઉપર થયેલા હુમલામાં જવાનોને દેશનું રક્ષણ કરતાં કરતાં જાન ગુમાવ્યા છે પણ તેમની કુરબાનીને દેશ ભૂલશે નહિ. આ સંદેશો આજે નંદેસરી ઇન્ડસ્ટ્રિઝ એસોસિએશન ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ અર્પવા માટે યોજવામાં આવેલી સભામાં ઉદ્યોગ સંચાલકોએ આપ્યો હતો. દેશ માટે પ્રાણની આહુતિ આપનારા જવાનોના પરિવારોને સહાય માટે પણ નંદેસરીના ઉદ્યોગો ક્યારેય પાછા નહિ પડે તેવો કોલ પણ આ સભામાં આપવામાં આવ્યો હતો અને રૃ.૫૧ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

નંદેસરી ઇન્ડસ્ટ્રિઝ એસો.ના સૂત્રધારો બાબુભાઇ પટેલ, મોહન નાયરે પણ આ પ્રસંગે આર્મી જવાનોના પરિવારોને જ તેમનો ફાળો પહોંચાડવામાં આવશે અને તમામ ચેકની રસીદ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જેના પગલે સ્થળ ઉપર જ રૂ.45 લાખ ઉપરાંતના ચેક જમા થઇ ગયા હતા. જ્યારે બીજા કેટલાક ચેક આવતીકાલે મંગળવારે જમા કરાવવામાં આવશે.

આ પ્રસંગે કર્નલ વિનોદ ફલનીકરે દેશના રક્ષણ માટે જવાનોની ભૂમિકાની માહિતી પણ આપી હતી. તેમણે વર્તમાન સરકારની કામગીરીને પણ બિરદાવી હતી. વન રેંક વન પેન્શનની નીતિનો અમલ કરવાની બાબતને પણ આવકારી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોનો જુસ્સો વધારવા માટે સમયે સમયે જે પગલાં લીધા છે તે પણ સૂચક બાબત હોવાનું તેમણે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન