નોટબંધી મુદ્દે 'રડતા વૃદ્ધ'ની તસવીર ટ્વિટ કરીને રાહુલે માર્યો લોચો, પુરાવા રૂપે આ રહ્યો Video - Sandesh
  • Home
  • India
  • નોટબંધી મુદ્દે ‘રડતા વૃદ્ધ’ની તસવીર ટ્વિટ કરીને રાહુલે માર્યો લોચો, પુરાવા રૂપે આ રહ્યો Video

નોટબંધી મુદ્દે ‘રડતા વૃદ્ધ’ની તસવીર ટ્વિટ કરીને રાહુલે માર્યો લોચો, પુરાવા રૂપે આ રહ્યો Video

 | 2:39 pm IST

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે નોટબંધીને એક વર્ષ પૂરું થયાના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્રમક શૈલીમાં પ્રહારો કર્યા છે. તેમણે ટ્વિટર પર નોટબંધી થઈ તે દિવસો દરમિયાન લાઈનમાં ઊભેલા એક વૃદ્ધની તસવીર શેર કરીને લખ્યું કે ‘एक आँसू भी हुकूमत के लिए ख़तरा है, तुमने देखा नहीं आँखों का समुंदर होना।’ આ શેર સાથે એક વૃદ્ધની તસવીર છે જે નોટબંધી બાદ ખુબ વાઈરલ થઈ હતી. તસવીરમાં એક વૃદ્ધ બેન્કની લાઈનમાં બહાર ઊભા છે. વૃદ્ધનો દુ:ખી ચહેરો સ્પષ્ટપણે નજરે ચડે છે. તસવીરને શેર કરીને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના નોટબંધીના ફેસલાથી સામાન્ય લોકોને થનારી સમસ્યાઓને દર્શાવવાની કોશિશ કરી છે. પરંતુ અહીં જ લોચો એ વાગ્યો કે રાહુલ ગાંધીએ જે વૃદ્ધ વ્યક્તિની તસવીર શેર કરી છે તે તો નોટબંધીથી ખુશ છે. નોટબંધીની પહેલી વર્ષગાઠ પર ગુરુગ્રામ સ્થિત એક ભાડાના રૂમમાં રહેતા આ વૃદ્ધ નંદલાલ સામે મુલાકાતમાં તેમણે કહ્યું કે સરકાર જે પણ નિર્ણય લે છે તે દેશની ભલાઈ માટે હોય છે અને આથી તે સરકારના દરેક ફેસલાની સાથે છે. નંદલાલ રિટાયર્ડ ફૌજી છે.

સમગ્ર અહેવાલ વાંચવા માટે નીચેની લિંક પર કરો ક્લિક

નોટબંધી મુદ્દે મોદી સરકાર પર નિશાન સાંધવાની લ્હાયમાં રાહુલે મારી દીધો મસમોટો લોચો!