WTA રેન્કિંગમાં નાઓમી ઓસાકા ટોપ-ફાઈવમાંથી બહાર, હાલેપની પણ પીછેહઠ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • WTA રેન્કિંગમાં નાઓમી ઓસાકા ટોપ-ફાઈવમાંથી બહાર, હાલેપની પણ પીછેહઠ

WTA રેન્કિંગમાં નાઓમી ઓસાકા ટોપ-ફાઈવમાંથી બહાર, હાલેપની પણ પીછેહઠ

 | 12:53 am IST
  • Share

છેલ્લા કેટલાક સમયથી મેન્ટલ હેલ્થ ઇસ્યૂનો સામનો કરી રહેલી જાપાનની નાઓમી ઓસાકા ડબ્લ્યૂટીએ વિમેન્સ સિંગલ્સ રેન્કિંગની ટોપ-૫ ખેલાડીઓમાંથી બહાર થઇ ગઇ છે. બીજી તરફ રોમાનિયાની સ્ટાર ખેલાડી સિમોના હાલેપની પણ રેન્કિંગમાં ત્રણ ક્રમાંકની પીછેહઠ થઇ છે. ચાર ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકેલી ઓસાકા પાંચમા ક્રમેથી આઠમા ક્રમે સરકી ગઇ છે. ગયા સપ્તાહે બિઝનેસમેન ટોની લુરુક સાથે લગ્ન કરનાર હાલેપ ૧૪મા ક્રમે પહોંચી છે.

ઓસ્ટ્રેલિયાની એશ્લી બાર્ટીએ પોતાના નંબર-૧નો તાજ જાળવી રાખ્યો છે અને ફ્રેન્ચ ઓપન વિજેતા બારબોરા ક્રેઝિસિકોવા કારકિર્દીમાં પ્રથમ વખત પાંચમા ક્રમે પહોંચી છે. લક્સમબર્ગ ખાતે ચાલુ વર્ષે પોતાની કારકિર્દીનું બીજું ટાઇટલ જીતનાર ડેનમાર્કની ટીનએજર કાર્લા તાયુસોન ૧૮ ક્રમાંકની આગેકૂચ કરીને ૫૨મા ક્રમે પહોંચી છે. સ્લોવેનિયા ખાતે પોર્ટોરોઝ ટાઇટલ જીતનાર ઇટાલીની જાસ્મિન પાઓલિની ૮૭મા ક્રમેથી ૬૪મા ક્રમે પહોંચી છે. બેલારસની આર્યના સબાલેન્કો બીજા, ચેક રિપબ્લિકની કેરોલિના પ્લિસકોવા ત્રીજા, યુક્રેનની ઇલેના સ્વિટોલિના ચોથા ક્રમે યથાવત્ રહી છે. ર્ગાિબન મુગુરુઝા અને પેટ્રા ક્વિટોવા સંયુક્ત રીતે નવમા ક્રમે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો