અમદાવાદ: રણજી ટ્રોફી રમનાર ક્રિકેટર સાથે ફેસબુક મિત્રએ કરી ઠગાઇ - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: રણજી ટ્રોફી રમનાર ક્રિકેટર સાથે ફેસબુક મિત્રએ કરી ઠગાઇ

અમદાવાદ: રણજી ટ્રોફી રમનાર ક્રિકેટર સાથે ફેસબુક મિત્રએ કરી ઠગાઇ

 | 8:01 pm IST

સામાન્ય લોકો સસ્તુ અને સારૂ મેળવવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન ખરીદી કરતા હોય છે. પરંતુ ઘણા ઠગ શખ્સો ઓનલાઇન ખરીદી કરનારાઓને સોફટ ટાર્ગેટ બનાવીને પોતાની માયાજાળમાં ફસાવી દેતા હોય છે. આવી જ રીતે રણજી ટ્રોફી રમનાર ક્રિકેટર પણ ઠગ શખ્સની માયાજાળમાં ફસાઇ ગયાની ઘટના સામે આવી છે.

સોશિયલ મીડિયાના માઘ્યમથી રણજી ટ્રોફી રમનાર ક્રિકેટર કરણ પટેલ એક વ્યક્તિનાં સંપર્કમાં આવ્યો હતો. તે વ્યક્તિ ક્રિપા ઓબેરોય નામનું તમામ સોશિયલ મિડિયામાં ફેક એકાઉન્ટ બનાવી લોભામણી જાહેરાત આપતો હતો. અને તેણે એક લાખની કિંમતનો આઇફોન 60 હજારના ભાવે વેચવા મુક્યો હતો. આ જાહેરાતને લઇને કિરણ પટેલે ઠગ વ્યક્તિ સાથે વાતચીત કરી અને ઠગ શખ્સની માયાજાળમાં ફસાઇને ફરિયાદી કરણ પટેલે બેંક એકાઉન્ટમાં ઓનલાઇન પૈસા ભરાવી દીઘા હતા. ત્યાર બાદ ઠગાઇ આચરનાર શખ્સ કે જેનું સાચું નામ આકીબ શેખ છે તેણે સોશિયલ મિડિયા પર તમામ એકાઉન્ટ બંઘ કરી દીઘા હતા. જોકે બાદમાં કરણ પટેલે પોતાની સાથે છેતરપિડી થઇ હોવાનું લાગતા નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી

નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપી આકીબ શેખની અટકાયત કરી હતી. આરોપી આકીબ શેખ ભાવનગરમાં બીએસસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તે આઇટી ફિલ્ડનો જાણકાર હોવાથી સોશિયલ મિડિયા પર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા અનેક ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. જેમાં ક્રિપા ઓબેરો નામનુ ફેક એકાઉન્ટ બનાવી અડધા ભાવે મોંઘાદાટ ફોન આપવાની લાલચ આપતો હતો. સૌ પ્રથમ તો આરોપી આકીબ સોશિયલ મિડીયામાં બોગસ મેઇલ આઇડી બનાવતો ત્યારબાદ સસ્તા ફોનની સ્કીમ મૂકતો. જે લોકો તે લેવા માટે સંપર્ક કરે તેમને પોતાની બેન્ક ડિટેઇલ આપે અને પૈસા આવી જાય ત્યારબાદ તે વ્યક્તિને સોશિયલ મિડીયામાંથી બ્લોક કરી નાખતો હતો, જેથી લોકો બીજી વખત તેનો સંપર્ક કરી શકે નહિ. આ કેસમાં પણ આ જ રીતે ક્રિકેટર કરણ પટેલ સાથે પૈસા લીઘા બાદ આરોપી આકીબ શેખે તમામ એકાઉન્ટ બંઘ કરી દીઘા હતાં, પરંતુ સ્થાનિક પોલીસ ફેક એકાઉન્ટના આઇપી એડ્રેસ અને આરોપીના ફેસબુક એકાઉન્ટના મિત્રોના સંપર્ક કરીને આરોપી સુઘી પહોચી ગઇ હતી અને તેની ધરપકડ કરી હતી.

હાલમાં નારણપુરા પોલીસે છેતરપિંડીના ગુનામાં આકીબ શેખની ઘરપકડ કરી છે. પોલીસને આંશકા છે કે આરોપી આકીબ શેખ ઓનલાઇન છેતરપિંડીની માયાજાળમાં અનેક લોકોને ભોગ બનાવ્યા છે. ત્યારે હવે પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી પહેલા તો કેટલા લોકોને છેતર્યા છે તે વિશે જાણકારી મેળવી રહી છે સાથે જ આરોપીનાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવશે.