Narayana Murthy Son in Law Rishi Sunak Appointed Finance Minister of UK
  • Home
  • Featured
  • ઈન્ફોસિસના નારાયણમૂર્તિના જમાઈને બ્રિટનમાં મળ્યું મહત્વનું સ્થાન, ખુદ PM કરી જાહેરાત

ઈન્ફોસિસના નારાયણમૂર્તિના જમાઈને બ્રિટનમાં મળ્યું મહત્વનું સ્થાન, ખુદ PM કરી જાહેરાત

 | 8:20 pm IST

વધુ એક ભારતીયએ દુનિયામાં ડંકો વગાડ્યો છે. ઈન્ફોસિસના સહસ્થાપક નારાયણમૂર્તિના જમાઈને બ્રિટનની સરકારમાં મહત્વનું મંત્રીપદ મળ્યું છે. ખુદ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને આ બાબતની જાણકારી આપી હતી.

બ્રિટનના નાણામંત્રી તરીકે ભારતીય મૂળના રૂષિ સુનકની નિમણૂંક કરવા અંગે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસને ટ્વિટ કર્યું હતું. ભારતીય મૂળના રાજનેતા અને ઇન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણમૂર્તિના જમાઈ ઋૃષિ સુનાકને નવા નાણાપ્રધાન બનાવ્યા છે. રૂષિ ઈન્ફોસિસના સહસ્થાપક નારાયણમૂર્તિના જમાઈ છે.

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ગુરૂવારે પોતાના મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે. ઋૃષિ સુનક બોરિસ જોનસનના મંત્રીમંડળમાં ભારતીય મૂળના બીજા મોટા મંત્રી છે. ભારતીય મૂળની જ પ્રીતિ પટેલ આ સમયે બ્રિટનના ગૃહ પ્રધાન છે. સુનાક સર્વોચ્ચ સરકારી બેંચમાં ગૃહ સચિવ પ્રીતિ પટેલની સાથે બ્રિટનના ચાન્સલર ઓફ ધ એક્સચેકરના રૂપમાં સામેલ થશે. 

ઓક્સફર્ડ અને સ્ટેનફોર્ડ જેવી વૈશ્વિક ખ્યાતિ ધરાવતી શિક્ષણ સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ કરી ચૂકેલા રૂષિ 2015થી બ્રિટનની રાજનીતિમાં સક્રિય છે. અગાઉ બ્રિટિશ નાણામંત્રીના મુખ્ય સહાયક તરીકે ચીફ ટ્રેઝરરનો હોદ્દો સંભાળી ચૂક્યા છે.

સુનકના પિતા ડોક્ટર છે અને તેમની માતા કેમિસ્ટ છે. સુનકે 2009માં અગ્રણી ભારતીય આઈટી કંપનીના સહસ્થાપક નારાયણમૂર્તિની પુત્રી અક્ષતા સાથે લગ્ન કર્યા છે.

કન્ઝર્વેટિવ પાર્ટીના યુવા નેતા તરીકે રૂષિ વડાપ્રધાન બોરિસ જ્હોનસનના વિશ્વાસુ મનાય છે. ચૂંટણીપ્રચારમાં તેમને મહત્વની જવાબદારી સોંપાયા બાદ બ્રેક્ઝિટ અંગેના વિભાગો પણ રૂષિ સંભાળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન