અમિત શાહને નારાયણ એલ.પટેલે મોકલ્યો પત્ર, શું કહ્યું જાણી લો અહિં - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અમિત શાહને નારાયણ એલ.પટેલે મોકલ્યો પત્ર, શું કહ્યું જાણી લો અહિં

અમિત શાહને નારાયણ એલ.પટેલે મોકલ્યો પત્ર, શું કહ્યું જાણી લો અહિં

 | 12:09 am IST

આ વખતે ભાજપ ૭૦ વર્ષથી વધુ વયના ધારાસભ્યો કે હોદ્દેદારોને ટિકિટ નહી આપે તે સ્પષ્ટ મનાય છે. તે પામી ગયેલા સિનિયર ધારાસભ્ય નારાયણભાઈ એલ.પટેલે જાતે જ રેસમાંથી ખસી ગયા છે. એટલુ જ નહી, ઊંઝા બેઠકમાં પોતાના ઉત્તરાધિકારી તરીકે સ્થાનિક અને સિનિયરને જ ટિકિટ આપવા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને માંગણી કરી છે.
કાકાના હુલામણે પાટીદાર સમાજ અને રાજકારણમાં જાણિતા નારાયણભાઈએ અમિત શાહને લખેલા પત્રમાં સ્થાનિક ભાજપના સંગઠનના ૧૯થી વધુ હોદ્દેદારોની સહી કરાવીને આ માંગણી કરી છે. અમિત શાહને ઉદ્દેશીને તેમણે લખ્યુ છે કે ”ઊંઝામાં સ્થાનિક અને વરિષ્ઠ કાર્યકરને જ ટિકિટ આપવામાં આવે. ભાજપના કાર્યકર્તા પણ ન હોય તેવા કોઈ પણ વ્યક્તિને ટિકીટ આપવાનો પ્રયોગ કરતા નહી. હાલના સાંપ્રત પ્રવાહમાં સ્થાનિક અને ભાજપના જ સિનિયર કાર્યકરને ઉમેદવાર તરીકે આપશો તો અમે સૌ સાથે મળીને તેને જીતાડવા અથાગ પ્રયત્ન કરીશુ” આ પત્ર સોશ્યલ મિડિયામાં વહેતો કરીને કાકાએ એમ.એસ.પટેલની ઉમેદવારી સામે ભાજપને સ્પષ્ટ ચિમકી આપ્યાનુ કહેવાય છે.