narendra modi amit shah jdu nitish kumar swearing in ceremony kc tyagi
  • Home
  • Election 2019
  • જો સવાર સુધી શાહ-મોદીનો ફોન ન આવ્યો તો બિહારમાં મોટી હલચલ થશે- JDU મહાસચિવ

જો સવાર સુધી શાહ-મોદીનો ફોન ન આવ્યો તો બિહારમાં મોટી હલચલ થશે- JDU મહાસચિવ

 | 7:49 pm IST

નરેન્દ્ર મોદીનાં શપથ ગ્રહણ પહેલા જ જેડીયુ સામેની તકરાર સામે આવી છે. આ વખતે જેડીયુ મોદી સરકારનો હિસ્સો નહીં હોય. કારણ કે જેડીયુને આશા હતી કે 3 મંત્રી પદ મળશે. 2 કેબિનેટ અને 1 રાજ્ય મંત્રી. જો કે ભાજપે માત્ર એક કેબિનેટ માટે જેડીયુને ઓફર કરી હતી. તો એ તરફ અપના દલના અનુપ્રિયા પટેલને પણ ફોન નથી આવ્યો. હવે આ સમગ્ર મામલા અંગે JDUનાં પ્રધાન મહાસચિવ કેસી ત્યાગીનું કહેવું છે કે, એ વાતની અસર બિહારની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળશે.

કેસી ત્યાગીએ આગળ જણાવ્યું કે, અમે પહેલા જ અમિત શાહને કહ્યું હતુ કે અમારે નિશ્ચિત પ્રતિનિધિત્વ જોઈએ છે. પરંતુ અમારુ સાંભળવામાં ન આવ્યું. આ વાતની અસર બિહારની વિધાનસભા ચૂંટણી પર જોવા મળશે. સવાર સુધી અમિત શાહ અથવા મોદીનાં ફોનની રાહ જોઈએ છીએ. જો તે પછી પણ સાંજ સુધી મામલો શાંત ન થયો તો અમારે સરકારમાં સામેલ ન થવાની જાહેરાત કરવી પડશે.

તો આ તરફ બિહારનાં મુખ્યમંત્રી નિતિશ કુમારનું કહેવું છે કે એ લોકોની ઈચ્છા છે કે મંત્રીમંડળમાં જેડીયુનો માત્ર 1 વ્યક્તિ હોય. માટે આ એક પ્રતિકાત્મક ભાગીદારી હતી. અમે એને કહ્યું કે અમારે મંત્રી પદથી જરૂર નથી. આ કોઈ મોટો મુદ્દો નથી. અમે પૂરી રીતે NDAમાં છીએ અને કોઈ પરેશાની નથી. અમે સાથે જ કામ કરશું તેમજ અમને કોઈ ભ્રમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન