Narendra Modi Govt instructed NHB for faster credit linked Subsidy Scheme
  • Home
  • Featured
  • ઘર ખરીદનારાઓને મોદી સરકાર આપશે ‘ખાસ’ ભેટ, ચપટી વગાડતા જ મળશે ખુશ ખબર

ઘર ખરીદનારાઓને મોદી સરકાર આપશે ‘ખાસ’ ભેટ, ચપટી વગાડતા જ મળશે ખુશ ખબર

 | 8:40 pm IST

2019 પહેલા કેન્દ્રની મોદી સરકાર ચૂંટણી પહેલા મકાન ખરીદનારાઓને વધારે એક રાહત આપવા જઇ રહી છે. હવેથી ઘર ખરીદનારાઓએ ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમ હેઠળ ઘર બુક કરાવ્યા બાદ સબ્સિડીની રકમ માટે રાહ નહી જોવી પડે.

સુત્રો અનુસાર સરકારે હોમ બાયર્સ માટે ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમમાં ઝડપ લાવવા માટે જણાવ્યું છે. સરકાર દ્વારા તમામ કોમર્શિયલ બેંક અને એનએચબીને સબ્સિડીની રકમ ચુકવણીમાં ઝડપ લાવવા માટેના આદેશ આપ્યા છે.

તમામ ઘર ખરીદદાતાઓએ PMAY (વડાપ્રધાન આવાસ યોજના) ને ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમ હેઠળ સબ્સિડી માટે 3-4 મહીના રાહ જોવી પડે છે. જ્યાં સુધી સરકાર તરફથી સબ્સિડીની રકમ ના આવે ત્યાં સુધી ઘર ખરીદનારેમકાનની સંપુર્ણ રકમ પર ઇએમઆઇ ચુકવવા પડે છે. પણ સબ્સિડી આવી જવાનાં કારણે EMIની રકમમાં પણ ઘટાડો થાય છે.

ઘર ખરીદનારની માહિતી મળતાની સાથે જ તુરંત ચુકવણી કરવા માટેના સરકારી બેંકોને નિર્દેશો આપવામાં આવ્યા છે. સુત્રો અનુસાર એનએચબીને ક્રેડિટ લિંક્ડ સબ્સિડી માટે આશરે 7 હજાર કરોડ રૂપિયાની વધારે રકમ મળશે.

ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમ હેઠળ હોમ બાયર્સને 4 કેટેગરીમાં વ્યાજની સબ્સિડીનો ફાયદો મળે છે. શહેરી વિકાસ મંત્રાલયે માર્ચના અંત સુધી વધારાના 5.30 લાખ ઘર સેક્શન કરવાની યોજના બનાવી છે. આ સબ્સિડીનો ફાયદો EWS, LIG, MIG-1 અને MIG-2 કેગેગરીમાં મળે છે. આ સ્કીમ માટે એનએચબી નોડલ એજન્સી તરીકે કામ કરે છે. CLSS સ્કીમ હેઠળ અત્યાર સુધી આશરે 1.40 પરિવારોને સબ્સિડીનો ફાયદો મળી ચુક્યો છે.