modi govt plan the income of farmers is double in next three years
  • Home
  • Business
  • 3 વર્ષમાં ડબલ થશે ખેડૂતોની આવક, આ છે મોદી સરકારનો માસ્ટર પ્લાન

3 વર્ષમાં ડબલ થશે ખેડૂતોની આવક, આ છે મોદી સરકારનો માસ્ટર પ્લાન

 | 9:13 am IST

ખેડૂતોના મુદ્દે મોદી સરકાર 5 જુલાઈના રોજ સંપૂર્ણ બજેટમાં મોટી જાહેરાત કરી શકે છે. લોકસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતી મળતા જ સરકાર આ મુદ્દે લાગેલી છે. જેના પર પ્રથમ મુદતમાં અપેક્ષિત સફળતા હાંસલ થઇ શકી નથી. આમ તો ચૂંટણી પહેલાં ખેડૂતો માટે 6 હજાર રૂપિયા વાર્ષિક મદદની શરૂઆત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીઓ પછી સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂત લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા 6000 ની સહાયની યોજના વધુ ખેડૂતોને આપવામાં આવશે. એટલે કે અત્યાર સુધી જે ખેડૂતો કોઈ કારણસર તેનો લાભ લેવા માટે અસમર્થ હતા. તેઓને પણ ટૂંક સમયમાં વડાપ્રધાનની આ યોજનાનો લાભ મળશે.

ખેડૂતોની સમસ્યા પર રોડમેપ:
ઉલ્લેખનિય છે કે સરકારનું સંપૂર્ણ ધ્યાન ખેડૂતોની આવકમાં વધારો કરવા માટેની યોજનાઓ અમલમાં મૂકવા પર છે. વડાપ્રધાન મોદી પોતે કહે છે કે ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી થશે. સરકાર આ બજેટમાં તેની માર્ગદર્શિકા જણાવી શકે છે. કૃષિ ક્ષેત્રની ધીમી ગતિને વેગ આપવા માટે સરકાર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખી શકે છે. સંપૂર્ણ બજેટમાં આ ક્ષેત્ર માટે ફાળવણી વચગાળાના બજેટના આંકડા કરતા 30 ટકા વધુ કરી શકાય છે. વચગાળાના બજેટમાં ફાળવણી 144 ટકા વધારીને રૂ. 1,40,764 લાખ કરોડ કરવામાં આવી હતી. ખાતર સબસિડી માટે ફાળવણી પણ વધી શકે છે.

બજેટમાં ફક્ત આ જ નહીં, મોદી સરકાર એકથી પાંચ વર્ષ સુધી શૂન્ય ટકા વ્યાજ પર કૃષિ લોન આપી શકે છે. સમાચાર મુજબ, તેની મૂળ સમયે ચુકવણીની સ્થિતિ પર આધાર રાખશે. ઉલ્લેખનિય છે કે મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા માટે અને તેઓ સમૃદ્ધ થાય તે માટે વચન આપ્યું છે. જેથી સરકાર મજબૂત વેરહાઉસ અને લોજિસ્ટિક્સ નેટવર્ક પૂરી પાડી રહી છે. તેથી ખેડૂતો જે પાક ઉત્પન કરે છે તેને સંગ્રહિત કરવામાં કોઇ મુશ્કેલી આવે નહી. ખેડૂતોને ગામની નજીક તેમનો પાક રાખી શકે તે માટે સરકાર યોજના બનાવી રહી છે. જેનાથી ખેડૂતોને લાભ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન