નેસ્ત્રાદમસે જે વ્યક્તિની ભવિષ્યવાણી કરી હતી તે શખ્સ નરેન્દ્ર મોદી જ : કિરિટ સોમૈયા

4572

ભાજપના લોકસભા સાંસદ કિરીટ સોમૈયાએ સોમવારે સંસદમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ એ શખ્સ છે જેના વિશે ફ્રાંસીસી ભવિષ્યવેત્તા નાસ્ત્રેદમસે કહ્યું હતું કે તે ભારતને એક નવી ઉંચાઈ પર લઈ જશે. લોકસભામાં અનુદાન માટે પૂરક માંગણી પર બોલતા સોમૈયાએ કહ્યું કે નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે પૂર્વમાં એક નેતા ઉભરશે જે ભારતને નવી ઉંચાઈઓ પર લઈ જશે. મોદી જ તે નેતા છે.

કિરિટ સોમૈયાએ સંસદની દરેક ચર્ચામાં નોટબંધીનો મુદ્દો ઉઠાવવા બદલ વિપક્ષની આલોચના કરી. તેમણે કહ્યું કે જ્યારે અમે બજેટ ચર્ચા કરતા હતા ત્યારે તે નોટબંધીનો મુદ્દો ઉઠાવી દેતા હતા. એટલે સુધી કે આજે સોમવારે પણ તેમણે તે મુદ્દાને ઉઠાવ્યો… નોટબંધી વિશે વિચારતા વિચારતા તેમના એવા હાલ થઈ ગયા છે કે હવે કોંગ્રેસને ઉત્તરપ્રદેશમાં શોધવી પડે કે  તે છે ક્યાં!

16મી સદીના મશહૂર ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ વિશે કહેવાય છે કે તેમણે હજારો ઐતહાસિક ઘટનાઓ વિશે પહેલાથી જ ચોક્કસ ભવિષ્યવાણી કરી દીધી હતી જેમાં હિટલરનો ઉદય અને 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ધરાશાયી થવાની ઘટના પણ શામેલ છે. એવું પહેલી વાર નથી કે જ્યારે કોઈ ભાજપ નેતાએ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીનો સહારો લેતા નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. એમાં પહેલા ગૃહરાજ્યમંત્રી કિરન રિજિજૂએ પણ પોતાના ફેસબુક પેજ પર આવી જાતની ટિપ્પણી કરી હતી કે નાસ્ત્રેદમસે ભારતને નવી ઉંચાઈ પર લઈ જનારા જે નેતા વિશે ભવિષ્યવાણી કરી હતી તે નરેન્દ્ર મોદી જ છે.