narendra-modi-jagdalpur-rally-naxal-rahul-gandhi
  • Home
  • Featured
  • નક્સલીઓના ગઢમાં મોદીના પ્રહારો, ‘જેણે પત્રકારને માર્યો, તેને ક્રાંતિકારી ગણાવે છે કોંગ્રેસ’

નક્સલીઓના ગઢમાં મોદીના પ્રહારો, ‘જેણે પત્રકારને માર્યો, તેને ક્રાંતિકારી ગણાવે છે કોંગ્રેસ’

 | 2:30 pm IST

છત્તીસગઢમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે દરેક પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે છત્તીસગઢમાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરવા આવ્યા છે. અહીં પીએમે સભા સંબોધતી વખતે કહ્યું હતું કે, અમારી સરકાર દરેક લોકોની સાથે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત છત્તીસગઢી ભાષામાં કરી હતી.

PMએ કહ્યું કે, ભાઇબીજના તહેવાર દિવસે હું તમારી પાસે કંઇક માંગવા આવ્યો છું. અત્યાર સુધી દેશમાં જેટલા પણ વડાપ્રધાન બન્યા છે, તેનાથી વધારે વખત હું એકલો બસ્તરમાં આવ્યો છું. જ્યારે પણ હું આવ્યો ત્યારે ખાલી હાથે આવ્યો નથી.

PM મોદીએ વધુમાં કહ્યું કે, પહેલાની સરકારોનો વેપાર તેરા-મેરાનો હતો, હું આજે પોતાની જવાબદારી અદા કરવા આવ્યો છું. જવાબદારીઓ હેઠળ અહીંના લોકોની કઠિનાઇઓ દૂર કરવાનો છું. વડાપ્રધાને કહ્યું કે, પહેલાની સરકારો મેરે-તેરેની રમતમાં ઉલજેલી હતી. પરંતુ અમારો હેતુ સબકા સાથ સબકા વિકાસ છે. આજે છત્તીસગઢનો વિકાસ જોઇને લોકોને આશ્ચર્ય થાય છે.

વડાપ્રધાને કહ્યું કે, પહેલાની સરકારો ઈચ્છતી હતી કે નક્સલીઓના કારણે અહીંનો વિકાસ થઇ રહ્યો નથી, પરંતુ અમારી સરકારે તમામ મુશ્કેલીઓનો સામનો કરી વિકાસ કર્યો. જે અર્બન માઓવાદી છે તે શહેરોમાં એસીમાં રહે છે અને તેમના બાળકો વિદેશોમાં ભણે છે, પરંતું ત્યાં બેઠા બેઠા આદિવાસી બાળરોની જિંદગી બર્બાદ કરવાનું કામ કરે છે. કોંગ્રેસ પાર્ટી અર્બન માઓવાજીઓના પક્ષમાં ઉભી રહે છે, નક્સલવાદનો મુદ્દો બનાવીને કોંગ્રેસ વોટોની ખેતી કરી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે, નક્સલીઓએ એક પત્રકારની હત્યા કરી, તે તો અહીં માત્ર પોતાનું કામ કરવો આવ્યો હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટી આ નક્સલીઓને ક્રાંતિકારી કહે છે, જેમણે નિર્દોષની હત્યા કરી તેઓ ક્રાંતિકારી લાગી રહ્યા છે. જે લોકો લોકતંત્રને ખતમ કરવા માંગે છે, તેમના વિરુદ્ધ મતદાન કરી તેમને વળતો જવાબ આપો. બોમ્બ-બંદૂકના રસ્તાથી સમસ્યાઓનું સમાધાન ના હોઇ શકે.

વડાપ્રધાને કહ્યું કે, બસ્તરની સીટ પર કમળ જ ખીલવું જોઈએ. જો બીજું કોઈ આવી ગયું તો બસ્તરના સપનાઓ પૂરા નહીં થઈ શકે. આપણે અટલજીના સપનાઓને પૂરા કરવાના છે.. તેથી જ અમે વારંવાર છત્તીસગઢ આવ્યા છીએ. છત્તીસગઢ હવે 18 વર્ષનું થઈ રહ્યું છે. તેથી જ અમે તેના સપનાઓને પૂરા કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, છત્તીસગઢના વિકાસ માટે કેન્દ્રની સરકાર અને રાજ્યના રમણ સિંહ સરકાર સતત કાર્ય કરી રહી છે.