નરેન્દ્ર મોદીની વધુ એક સિદ્ધી, આઝાદ ભારતના સૌથી લોકપ્રિય વડાપ્રધાન બન્યા - Sandesh
  • Home
  • Featured
  • નરેન્દ્ર મોદીની વધુ એક સિદ્ધી, આઝાદ ભારતના સૌથી લોકપ્રિય વડાપ્રધાન બન્યા

નરેન્દ્ર મોદીની વધુ એક સિદ્ધી, આઝાદ ભારતના સૌથી લોકપ્રિય વડાપ્રધાન બન્યા

 | 5:22 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થઇ રહ્યો છે. પોતાની આક્રમક કાર્યશૈલીને કારણે તેઓ ખૂબ લોકપ્રિય બની રહ્યા છે. બીજીવાર સત્તામાં પાછા ફર્યાના બે જ મહિનામાં તેમની લોકપ્રિયતા દેશના અન્ય દિગ્ગજ નેતાઓને મુકાબલે ખૂબ આગળ નીકળી ગઇ છે.

સમાચાર ચેનલ આજતક અને કાર્વી ઇનસાઇટ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ નરેન્દ્ર મોદી ભારતીય ઇતિહાસના સૌથી વધુ લોકપ્રિય નેતા બની રહ્યા છે. તેમણે આ રેસમાં ઇન્દિરા ગાંધીને પણ પાછળ છોડી દીધા છે. વડા પ્રધાન મોદી લોકપ્રિયતાની રેસમાં 37 ટકા મત મેળવીને ખૂબ આગળ નીકળી ગયા છે. લોખંડી મહિલા ઉપનામથી જાણીતા બનેલા ઇન્દિરા ગાંધી બીજા સ્થાને છે. તેમને 14 ટકા મત મળ્યા છે. ત્રીજા સ્થાન પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી રહ્યા છે. તેમને 11 ટકા મત મળ્યા છે. દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલા નહેરુ આ યાદીમાં ચોથા ક્રમે છે.

આ સર્વેમાં 12,126 લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી જેમાં 67 ટકા ગ્રામીણ અને 33 ટકા શહેરી લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં દેશના 19 રાજ્યોના 97 સંસદીય ક્ષેત્ર અને 194 વિધાનસભા ક્ષેત્રોને સમાવવામાં આવ્યા હતાં. ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, છત્તિસગઢ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, તમિળનાડુ, તેલંગાણા, અસમ, મધ્ય પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર , દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં આ સર્વે કરાવવામાં આવ્યો હતો. આ સર્વે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અંતર્ગત વિશેષ રાજ્યનો દરજ્જો પાછો ખેંચવાની પક્રિયા પહેલા હાથ ધરવામાં આવ્યો હતો.

મોદી સૌથી વધારે અને વાજપેયી ત્રીજા સૌથી લોકપ્રિય વડાપ્રધાન

નરેન્દ્ર મોદી આઝાદ ભારતના સૌથી વધારે લોકપ્રિય વડા પ્રધાન બની ગયા છે જ્યારે ઈન્દિરા ગાંધી તેમની પાછળ રહી ગયા છે. તો ત્રીજા સ્થાને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી છે. વાજપેયીને સર્વેમાં 11 ટકા મત મળ્યા હતાં. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ આ યાદીમાં ચોથા ક્રમે છે. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી પાંચમા ક્રમે છે. તેમને 6 ટકા મત મળ્યાં છે. તો રાજીવ ગાંધીને પણ 6 ટકા મત મળ્યા છે. 5 ટકા મત સાથે મનમોહન સિંહ છઠ્ઠા સૌથી લોકપ્રિય વડાપ્રધાન છે.

સૌથી ઓછા લોકપ્રિય નેતાના રૂપમાં ગુલઝારીલાલ નંદાનું નામ છે, જેમને સર્વેમાં 3 ટકા મત મળ્યાં હતાં. તેઓ સાયમાં સ્થાને રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન