Narendra Modi New Cabinet Sushma Swaraj Rajnath, Nirmala Role
  • Home
  • Election 2019
  • મોદી સરકારમાં આ 3 નેતાઓના મંત્રાલય નહીં બદલાય? શાહનો મજબુત રોલ!

મોદી સરકારમાં આ 3 નેતાઓના મંત્રાલય નહીં બદલાય? શાહનો મજબુત રોલ!

 | 6:21 pm IST

નરેન્દ્ર મોદી થોડી જ વારમાં બીજીવાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. તેમની સાથે આખી કેબિનેત પન રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ કરશે. સમારોહ પહેલા મળતા અહેવાલ પ્રમાણે કેટલાક જુના ચહેરાઓને યથાવત રાખવામાં આવી શકે છે.

આ નેતાઓમાં રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, નિર્મલા સીતારમણ યથાવત રહી શકે છે. તો અરૂણ જેટલીના સ્થાને શાહનો મંત્રાલયમાં શમાવેશ કરવામાં આવી શકે છે.

અમિત શાહ સંભાળશે નાણાં મંત્રાલય અને રાજનાથ???

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજનાથ સિંહ ફરી એકવાર દેશના ગૃહમંત્રી બનશે. એટલે કે ગત વખતની સરકારની માફક પણ આ વખતે તેમનો રોલ યથાવત જ રહેશે. રાજનાથ સિંહ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ નેતાઓમાંના એક માનવામાં આવે છે. જેને લઈને વડાપ્રધાન મોદીએ તેમના પર ફરી એકવાર વિશ્વાસ દાખવી શકે છે. હવે જો અમિત શાહ નાણામંત્રીનું પદ સંભાળે તો તાજનાથ સિંહના મંત્રાલયને આંચ નહીં આવે.

ફરી સુષમા બનશે વિદેશ મંત્રી?

છેલ્લા 5 વર્ષ દરમિયાન સુષમા સ્વરાજે વિદેશ મંત્રીએ ખુબ જ પ્રશંસનીય કામગીરી બજાવી છે. ટ્વિટર મારફતે તેમણે કૂટનીતિને નવો જ ઓપ આપ્યો છે. જોકે આ સુષમા સ્વરાજે આ વખતે લોકસભાની ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ તેઓ મંત્રી તરીકે મોદીના બીજા કાર્યકાળ મટે તૈયાર છે. સુષમાને રાજ્યસભામાંથી સંસદમાં મોકલવામાં આવી શકે છે.

દેશની રક્ષા કરશે નિર્મલા સિતારમણ

નિર્મલા સીતારમણને રક્ષામંત્રી બનાવીને સૌકોઈને ચોંકાવી દીધા હતાં. આ વખતે પણ સીતારમનની ફરીથી રક્ષા મંત્રાલયની જ જવાબદારી સોંપાઈ શકે છે. ગત કાર્યકાલમાં રાફેલ વિમાન સોદ્દાને લઈને ભારે વિવાદ થયો હતો. પરંતુ સીતારમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જોરદાર ટક્કર આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન