Narendra Modi On the 71st birth anniversary of SOU Namo Thon from Bharuch of 71 youths
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નરેન્દ્ર મોદીના 71મા જન્મ દિનેે 71 યુવાનોની ભરૂચથી SOU નમો થોન: 93 કિ.મીની નાની મૅરાથોનની મોદીને ભેટ

નરેન્દ્ર મોદીના 71મા જન્મ દિનેે 71 યુવાનોની ભરૂચથી SOU નમો થોન: 93 કિ.મીની નાની મૅરાથોનની મોદીને ભેટ

 | 8:43 am IST
  • Share

  • ૯૩ કિમીની નાની મૅરાથોનની મોદીને ભેટ
  • ફીટ ઇન્ડિયાનું સ્વપ્ન પૂર્ણ કરવા દોડ લગાવશે

ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આગામી તા.૧૭-૯ ના રોજ ૭૧ મો જન્મ દિવસ છે. જે પ્રસંગે આજ રોજ તા.૧૬-૯ ની સવારથી ૭૧ યુવાનો ભરૂચ રેલવે સ્ટેશન ખાતેની બાબા સાહેબની પ્રતિમાથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની એક નાની મેરાથોન કરશે. આઝાદીના ૭૫ વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આઝાદી અમૃત મહોત્સવ ના ભાગ રૂપે ભરૂચના યુવાનો ૯૩ કીમી ની નમો થોન કરશે. બે દિવસ દોડ લગાવી ૭૧ યુવાનો તા.૧૭-૯ ના રોજ એસઓયુ ખાતે પહોંચી સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નરેન્દ્ર મોદી ને ૭૧ મા જન્મ દિવસની નમો થોન ભેટ આપશે.

આઝાદી અમૃત મહોત્સવના ભાગ રૂપે નરેન્દ્ર મોદીના ફીટ ઇન્ડિયા ના સ્વપ્નને પૂર્ણ કરવા ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા નમો થોન નું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલ તા.૧૭-૯ ના રોજ નરેન્દ્ર મોદીના ૭૧ મા જન્મ દિવસે ભરૂચ જિલ્લાના ૭૧ યુવાનો નમો થોનની મોદીને ભેટ આપશે. આજ રોજ તા.૧૬-૯ ની વહેલી સવારના છ કલાકે ભરૂચ રેવલે સ્ટેશનથી ૭૧ યુવાનો ૯૩ કીમીની મેરાથોન માટે દોડ લગાવશે.

ભરૂચથી ઝઘડિયા પહોંચેલી નમો થોનનું સ્વાગત કરી ત્યાં ચા નાસ્તો કરાવી ૭૧ દોડવીરો બપોરના સમયે ઉમલ્લા ખાતે પહોંચશે. જ્યાં જમણવાર કરી મોડી સાંજના સમયે નમો થોન  ધારીખેડા ખાતે પહોંચશે. જ્યાં રાત્રી રોકાણ કરી તા.૧૭-૯ ના રોજ સવારે દોડ લગાવી નમો થોન રાજપીપલાના પવિત્ર ધામ હરસિધ્ધિ માતાજીના મંદિરે દર્શન કરશે. અને ત્યાંથી દોડ લગાવી નમો થોન કેવડીયા પહોંચી સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મોદીના ૭૧ મા જન્મ દિવસે ૭૧ યુવાનો નમો થોનની મોદીને ભેટ આપશે. આ સમગ્ર નમો થોનનું સંચાલન જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન