વડાપ્રધાન મોદી 2024 પછી પણ નોટઆઉટ, નથી કોઈ આઉટ કરનાર - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • વડાપ્રધાન મોદી 2024 પછી પણ નોટઆઉટ, નથી કોઈ આઉટ કરનાર

વડાપ્રધાન મોદી 2024 પછી પણ નોટઆઉટ, નથી કોઈ આઉટ કરનાર

 | 7:45 pm IST

ઉત્તર પ્રદેશ અને બિહારમાં લોકસભાની પેટા-ચૂંટણીમાં ભાજપનો ભલે ધબડકો થયો છે, પરંતુ તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને તેમના પ્રભાવને જરાં પણ આંચ આવનાર નથી. 2019ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીનો પ્રભાવ છવાયેલો રહેનાર છે, આટલું જ નહીં 2024માં પણ તેમને ટક્કર આપનાર કોઈ જ નહીં હોય.

પિયુ રિસર્ચના સર્વે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેવરેબલ રેટ-લોકપ્રિયતા અથવા સ્વીકાર્યતા 88 ટકા છે. જ્યારે કોંગ્રેસના વડા રાહુલ ગાંધીનો આ રેટ માત્ર 58 ટકા છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 39 ટકા ફેવરેબલ રેટ ધરાવે છે. 2019ની સામાન્ય ચૂંટણી નરેન્દ્ર મોદી જીતી જાય તેવી સંપૂર્ણ સંભાવના છે. તેઓ 2024 અથવા તેના કરતાં વધારે સમયે સત્તા પર રહી શકે છે.

બ્લુમબર્ગના અહેવાલમાં રાજ્યસભામાં પૂરતા પ્રમાણમાં સંખ્યાબળની ગેરહાજરીમાં મોટા સુધારામાં અવરોધ સર્જાય છે. મોદી 2014 પછી સત્તા પર આવ્યા છે અને તે પછી અનેક રાજ્યોમાં ચૂંટણી જીતીને તેમની લોકપ્રિયતા પુરવાર કરી છે.
વડાપ્રધાન મોદી ભારતના સૌથી લોકપ્રિય નેતા છે. જ્યારે સામે બાજુ વિરોધ પક્ષમાં કોંગ્રેસ ખુબ જ નબળી છે અને પક્ષમાં ચમત્કારિક નેતાનો અભાવ છે. મોદીની નીતિઓ આર્થિક રીતે ઉથલ-પાથલ મચાવી રહી છે આમછતાં તે લોકપ્રિય સાબિત થઈ છે.