Narendra Raval as Vice Chancellor of Gujarat in the University of Kenya
  • Home
  • NRI
  • કેન્યાની યુનિર્વિસટીમાં ગુજરાતના નરેન્દ્ર રાવલની વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂક

કેન્યાની યુનિર્વિસટીમાં ગુજરાતના નરેન્દ્ર રાવલની વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂક

 | 8:22 pm IST

ગુજરાતના હળવદના માથક ગામમાં જન્મેલા અને વર્ષોથી કેન્યામાં સ્થાયી થયેલા નરેન્દ્ર રાવલની કેન્યાની પ્રતિષ્ઠિત એર્ગર્ટન યુનિર્વિસટીમાં વાઈસ ચાન્સલેર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સિદ્વિ મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી છે. કેન્યાના સ્ટિલ ટાયકૂન નરેન્દ્ર રાવલને ગુરૃ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોલેજમાં અંદાજે 24000 વિદ્યાર્થીઓ છે.

વિશ્વમાં મહેનતથી ભારતીયો ડંકો વગાડી રહ્યા છે અને દેશનું નામ રોશન કરી રહ્યા છે તેમાં હવે ગુજરાતનું નામ પણ નરેન્દ્ર રાવલે રોશન કર્યું છે. હળવદમાં એક સમયે મંદિરમાં કામ કરતા હતા અને મંદિરની બહાર પણ સૂઈ જતા હતા તેઓ આજે કેન્યાના જાણીતા બિઝનેસમેન છે અને તેમની નેટવર્થ 4000 કરોડ રૃપિયા છે. એટલું જ નહીં પણ ફોર્બ્સ લિસ્ટમાં પણ આફ્રિકાના રિચેસ્ટ લોકોમાં તેમની ગણના થાય છે. જેઓની કેન્યાની એર્ગર્ટન યુનિ.માં વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂક થઈ છે. પોતાના એ સંઘર્ષના દિવસો યાદ કરતાં નરેન્દ્ર રાવલ કહે છે કે,’ પિતાની સ્પેરપાર્ટસની દુકાન હતી. પહેલીવાર ૧૨ વર્ષની ઉંમરે દિવાળી પર ફટાકડાની દુકાન લગાવીને ૬ હજારની કમાણી કરી હતી અને ત્યારથી બિઝનેસનો ચસ્કો લાગ્યો હતો. બાદમાં નાના-મોટા બિઝનેસ પણ કર્યા હતા.’

કેન્યાસમાં સ્ટિલ કંપનીના પાયા નાખ્યા અને આજે અનેક સ્ટિલ મિલના માલિક છે. યુથોપિયા, યુગાન્ડા અને કોંગોમાં સ્ટિલ ફેકટરીઓ ધરાવે છે. તેમની કંપનીથી આફ્રિકાના 4 હજારથી વધુ લોકોને રોજગારી મળે છે. તેમની કંપની વાર્ષિક 7.5 લાખ ટન સ્ટિલનું પ્રોડક્શન કરે છે. નરેન્દ્ર રાવલ સોશિયલ વર્ક માટે પણ જાણીતા છે. કેન્યામાં ગરીબ બાળકો માટે ફ્રી શિક્ષણ, પાણીની સુવિધા જેવા કામો પણ કરે છે. 2007માં તેઓને કેન્યાના પ્રેસિડન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. 2012માં યુકેના ફિલેનથ્રોપી એવોર્ડથી પણ તેમનું સન્માન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન