નરગિસ ફખરી હવે બીજી હોલિવૂડ ફિલ્મમાં દેખાશે - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • નરગિસ ફખરી હવે બીજી હોલિવૂડ ફિલ્મમાં દેખાશે

નરગિસ ફખરી હવે બીજી હોલિવૂડ ફિલ્મમાં દેખાશે

 | 4:21 am IST

તાજેતરમાં જ ભારત છોડવા અંગેની અફવાઓમાં ઘેરાયેલી બોલિવૂડ અને હોલિવૂડમાં કામ કરી ચૂકેલી નરગિસ ફખરી હવે તેના મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ સ્પાય બાદ નવી ફિલ્મ ૫-વેડિંગમાં કામ કરવા જઈ રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. રોકસ્ટાર ફિલ્મમાં દમદાર ભૂમિકા નિભાવનારી નરગિસ ફખરી હાલ ગ્રીસમાં હોલિ ડે મનાવવાની સાથે મજા માણી રહી છે અને ટૂંક સમયમાં જ ભારત પરત ફરીને તેના અગાઉ કરેલા કોન્ટ્રાક્ટ પર કામ પણ કરશે. તેણે ભારત છોડી દેવાની અફવા પર થોડા દિવસો પહેલાં જ પૂર્ણવિરામ મૂકતા જણાવ્યં હતું કે, હું ભારત છોડીને ક્યાંય જવાની નથી અને થોડા સમયમાં જ પરત ફરીને કામ શરૂ કરીશ. એક્ટરમાંથી ડાયરેક્ટર બનેલા અમેરિકન નમ્રતાસિંહ ગુર્જરની ફિલ્મ ૫-વેડિંગમાં નરગિસ ઉપરાંત એેકેડેમી એવોર્ડ વિજેતા કેન્ડી ક્લાર્ક અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેટ થનારા બો ડેરેક પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન