નર્મદાની પંચકોસી પરિક્રમાનો પ્રારંભ, મોટી સંખ્યામાં જોડાયા ભક્તો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • નર્મદાની પંચકોસી પરિક્રમાનો પ્રારંભ, મોટી સંખ્યામાં જોડાયા ભક્તો

નર્મદાની પંચકોસી પરિક્રમાનો પ્રારંભ, મોટી સંખ્યામાં જોડાયા ભક્તો

 | 11:27 am IST
  • Share

દુનિયામાં માત્ર એક જ નદી એવી પવિત્ર છે જેની પરિક્રમા કરવામાં આવે છે. આ નદી છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી. નર્મદા નદીની દર વર્ષે યોજાતી 21 દિવસીય પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થયો છે. આ પરિક્રમામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. આ પરિક્રમાનો ગરુડેશ્વરથી પ્રારંભ થયો છે, નર્મદા નદીની પરિક્રમા કરવાથી પાપનો નાશ થતો હોવાનું ભક્તોનું માનવું છે.

narmada pari
પુરાણોમાં દર્શાવ્યાનુસાર નર્મદા ભગવાન શિવની પુત્રી છે. આ નદી કુંવારી હોવાના કારણે છે દરિયા સાથે તેનો સંગમ થતો નથી. ભારતમાં આ એક જ એવી નદી છે કે જેની પરિક્રમા કરવી શક્ય છે. આ પરિક્રમા કરી લોકો ધન્યતા અનુભવે છે. નર્મદાની પંચકોસી ઉત્તરવાહની પરિક્રમા ચૈત્ર માસમાં જ કરવામાં આવે છે. આ પરિક્રમામાં જોડાવા દેશભરમાંથી ભક્તો આવે છે. ગંગામાં સ્નાન કરવાથી, યમુનાનું આચમન કરવાથી જેટલું પુણ્ય મળે છે એટલું પુણ્ય નર્મદા નદીના દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે.

narmada 1
સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર નર્મદા નદીની પરિક્રમા સૌ પ્રથમ માર્કેન્ડીય નામ ઋષિમુની એ કરી હતી. માન્યતા છે કે નર્મદા નદીની પરિક્રમા કરવાથી 21 જન્મો સુધી મોક્ષ પ્રાપ્ત થાય છે અને જીવનની દરેક તકલીફોનો અંત આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન