કચ્છમાં નર્મદાનું પાણી ન મળતાં રાપરના ધારાસભ્યના ધરણાં - Sandesh
  • Home
  • Bhuj
  • કચ્છમાં નર્મદાનું પાણી ન મળતાં રાપરના ધારાસભ્યના ધરણાં

કચ્છમાં નર્મદાનું પાણી ન મળતાં રાપરના ધારાસભ્યના ધરણાં

 | 4:26 pm IST

કચ્છમાં ઉભા પાકને નર્મદાનું પાણી ન મળતા ખેતીને અસર થવા પામી છે. તેની ખેડૂતોમાં ચિંતાનું મોજુ પરી વળ્યું છે. કચ્છના ચૂંટાયેલા ધારાસભ્ય નર્મદાના પાણીની માંગણી સાથે ધરણાં પર બેઠાં છે. MLA સંતોકબેન આરેઠિયા તેમજ ખેડૂતો દ્ગારા ધરણાં કરવામાં આવી રહ્યાં છે.

કચ્છની રાપરના નંદાસર કેનાલ પર ધરણાં કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વાગડ પંથકમાં નર્મદા કેનાલમાં પાણી ન આપતા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી નર્મદા કેનાલમાં પાણી ન આવે ત્યાં સુધી ધરણાં કરવા ચિમકી આપવામાં આવી છે.

MLA સંતોકબેન આરેઠિયાએ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સોગંદવિધિ થાય તેટલો સમય પણ રાહ જોવામાં ન બગડતા. તેના ત્વરિત નિરાકરણ માટે કામ કરવાનું શરૂ કરી દીધું છે. ખેડૂતોને ખેતી માટે નર્મદાનું પાણી ત્વરિત મળે તેવી માંગણી કરી છે.