નર્મદા ડેમમાં પાણીની સ્થિતિ વાસ્તવિક રીતે ખરાબ, ઉનાળામાં પડશે પાણીનો પોકાર - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • નર્મદા ડેમમાં પાણીની સ્થિતિ વાસ્તવિક રીતે ખરાબ, ઉનાળામાં પડશે પાણીનો પોકાર

નર્મદા ડેમમાં પાણીની સ્થિતિ વાસ્તવિક રીતે ખરાબ, ઉનાળામાં પડશે પાણીનો પોકાર

 | 6:18 pm IST

ચાલુ વર્ષે ભારે વરસાદ આવ્યો હોવા છતાં નર્મદાના ઉપરવાસમાં પાણીની આવક ન થતાં નર્મદાડેમમાં પાણીની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. નર્મદા કાંઠે આવેલા ચાણોદ કરનાળી પાસે નદી સૂકી ભંઠ જેવા મળી રહી છે. હજી ઉનાળો તો આવ્યો નથી, ત્યાં પાણીની આ સ્થિતિ છે ત્યારે ઉનાળામાં પાણીનો પોકાર પડશે એ વાત નિશ્રિત છે.

તાજેતરમાંજ મુખ્યમંત્રીએ એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર ન કરે કારણ કે નર્મદામાં પાણી નથી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર ડેમમાં હાલમાં લધુ્ત્તમ લેવલથી માત્ર બે મીટર પાણી વધું છે. નર્મદાનું લઘુત્તમ લેવલ 110.7 મીટર છે, હાલમાં ડેમમા 112.22 મીટર પાણી છે. એટલે કે માત્ર 2 મીટર બચ્યું છે. હાલમાં મધ્યપ્રદેશમાંથી ડેમમાં પાણીની આવક 5611 ક્યૂસેક પાણી  છે જ્યારે જાવક 8800 ક્યૂસેક પાણી છે, એટલે કે જેટલું આવે છે તેનાથી વધુ પાણી તો છોડવું પડે છે.

ઉનાળામાં પાણીની બુમ ન પડે તે માટે સરકાર આગોતરા આયોજનો કરવામાં લાગી ગઈ છે. સરકારનું કહેવું છે કે ખેતી માટે પાણી નહિં મળે, તો મુખ્ય સચિવ જે એન સિંહે ઉદ્યોગોને પાણી આપવા નનૈયો ભણી દીધો છે. આ ઉપરાંત સ્થાનિક સંસ્થાઓને પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. જેને પરિણામે 169 નાના-મોટા શહેર અને 12028 ગામડાઓમાં પાણીનો પ્રશ્ન વિકટ બને તેવી સ્થિતિ છે.

હજી આખો ઉનાળો કાઢવાનો છે. સરકાર માટે પાણીની ગંભીર સ્થિતિ હાલ ગુજરાતમાં ચિંતાનો વિષય બની છે.