નર્મદામાં પાણી હતું, ભાજપે ચૂંટણીમાં નાટકો કર્યાનું પાપ હવે ફૂટયું : ધાનાણી - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • નર્મદામાં પાણી હતું, ભાજપે ચૂંટણીમાં નાટકો કર્યાનું પાપ હવે ફૂટયું : ધાનાણી

નર્મદામાં પાણી હતું, ભાજપે ચૂંટણીમાં નાટકો કર્યાનું પાપ હવે ફૂટયું : ધાનાણી

 | 1:36 am IST

ગાંધીનગર, તા.૮

ચોમાસા અને ત્યારપછી છેક ડિસેમ્બર ૨૦૧૭ સુધી નર્મદા બંધમાં હાલનું આખુ વર્ષે ચાલે એટલુ પાણી હતુ પરંતુ, ભાજપ સરકારે વિકાસના મોડલનો ભ્રમ ઉભો કરવા જે પ્રકારે ચૂંટણીમાં નાટકો કર્યા તેનું પાપ વિધાનસભામાં મળેલા લેખિત જવાબમાં છાપરે ચઢીને જાહેર થયુ છે. તેમ કહેતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ચૂંટણીના વર્ષમાં સાબરમતીમાં સી-પ્લેન ઉડાડવા અને રાજકોટમાં આજી ડેમમાં દિવડાં તરતા મુકવા ૧૬૧૪ મિલિયન ક્યુબિક મીટર-  પાણી ભાજપ સરકારે વેડફ્યાનો આક્ષેપ કર્યો છે.

વિરમગામથી કોંગ્રેસના ધારાસભ્ય લાખા ભરવાડે વ્૨૦૧૬-૧૭ અને ચાલુ વર્ષે દર મહિને નર્મદા બંધમાં પાણીનો જથ્થો કેટલો હતો તેનો સવાલ પુછયો હતો. તેના લેખિત જવાબમાં નર્મદા વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ૯૪૬૦ મિલિયન ક્યુબિક મીટર સંગ્રહ ક્ષમતા ધરાવતા નર્મદા બંધમાં પાણીના સંગ્રહની હકિકતો આપી છે. તેને ટાંકતા વિપક્ષના નેતા ધાનાણીએ જણાવ્યુ કે, ૨૦૧૬માં ઓગસ્ટ મહિનામાં બંધમાં રહેલુ ૫૫૧૮ મિલિયન ક્યુબીક મીટર પાણી ડિસેમ્બરમાં ૪૭૪૨ મિ.ક્યુ.મીટર હોવા છતાંયે ૨૦૧૭માં ક્યાંય પાણીકાપ ન મુકાયો ! તો ૨૦૧૮માં એવુ તો શું થયું કે સરકારે પહેલા સિંચાઈ માટે પાણી બંધ કર્યું અને હવે પીવાના પાણીમાં કાપ મુકે છે ? વિધાનસભામાં આપેલો જવાબ જ સ્વયં સ્પષ્ટ કરે છે કે ગતવર્ષે ૨૦૧૭માં સપ્ટેમ્બર ૭૦૬૯ મિ.ક્યુ.મીટર જથ્થો હતો અને ડિસેમ્બરમાં ચૂંટણી પુર્ણ થઈ ત્યારે તે ઘટીને ૪૬૭૯ મિ.ક્યુ.મીટર થઈ ગયો. ૨૩૯૦ મિ.ક્યુ.મીટર પાણી ગયુ ક્યાં ? ચોમાસાના આ ચાર મહિનામાં ભાજપ સરકારે બોટાદમાં સૌનીનું ચૂંટણીલક્ષી ખાતમુર્હત કરવા, સાબરમતીમાં સી-પ્લેન ઉડાડી શો કરવા, રાજકોટના આજીડેમમાં દિવડાં તરતા મુકી ફોટા પડાવવા વેડફી કાઢયુ. તેના કારણે આજે ખેડૂતો, નાગરીકોને પાણીકાપ સહન કરવાનો વારો આવ્યો છે. જેનો જવાબ ગુજરાતની જનતા આપશે.

;