નરોડામાં ફ્લેટના ત્રીજા માળેથી પડી જતાં ૩ વર્ષના બાળકનું મોત - Sandesh
  • Home
  • Ahmedabad
  • નરોડામાં ફ્લેટના ત્રીજા માળેથી પડી જતાં ૩ વર્ષના બાળકનું મોત

નરોડામાં ફ્લેટના ત્રીજા માળેથી પડી જતાં ૩ વર્ષના બાળકનું મોત

 | 2:32 am IST

 

। અમદાવાદ ।

નરોડા હરીદર્શન ચાર રસ્તા પાસે આવેલા દેવકૃપા ફ્લેટમાં ત્રીજા માળે રહેતા પરિવારનુ ૩ વર્ષનુ માસુમ બાળક બારીમાંથી પડી જતા મૃત્યુ પામ્યુ હતુ. સોમવારે સાંજે ૪.૧૫ વાગ્યે દાદી ચા બનાવવા ગયા અને ૩.૨ વર્ષનો આરવ બેડરૂમમાં મોબાઈલ રમતા રમતા તેની બારીમાંથી નીચે પટકાયો હતો. દાદીને આરવ ન મળતા નીચે શોધખોળ કરતા તેની લાશ મળી હતી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો પરંતુ ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું હતું. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

નરોડા હરીદર્શન ચાર રસ્તા પર આવેલા દેવકૃપા ફલેટમાં કુંજલભાઇ પટેલ તેમનો પુત્ર આરવ (ઉ.૩.૨ વર્ષ), તેમની માતા અને પિતા સાથે રહે છે. કુંજલભાઇની પત્ની છેલ્લા ચાર મહિનાથી રિસાઇ જતા પીયર ગઇ હતી. જેથી આરવને દાદી રાખતા હતા. સોમવારે રાબેતા મુજબ કુંજલ અને તેમના પિતા નોકરી પર ગયા હતા. દાદી સાથે આરવ રાબેતા મુજબ રમતો હતો. દાદી સાંજે ૪.૧૫ વાગ્યે ચા બનાવવા માટે ગયા અને આરવ બેડરુમમાં મોબાઇલ ફોન રમતો હતો. બેડરુમમાં આવેલી નીચી બારીમાં જાળી ન હોવાથી તેને બંધ રાખતા હતા. સોમવારે બારી બંધ હતી પણ તેને સ્ટોપર લગાવેલી ન હતી. જેથી આરવ રમતા રમતા નીચે પડી ગયો હતો. દાદી ચા બનાવી પરત આવ્યા ત્યારે આરવ મળતો ન હતો. પડોશીઓના ઘરે બગીચામાં તપાસ કરતા બારી સાઇડ પાછળના ભાગે આરવ ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. તેને નજીકમાં આવેલા પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડતા તેને ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.

;