રિયો: પ્રતિબંધના નિર્ણયથી ભાંગી પડ્યો નરસિંહ, બોલ્યો - હું બર્બાદ થઇ ગયો - Sandesh
  • Home
  • Featured
  • રિયો: પ્રતિબંધના નિર્ણયથી ભાંગી પડ્યો નરસિંહ, બોલ્યો – હું બર્બાદ થઇ ગયો

રિયો: પ્રતિબંધના નિર્ણયથી ભાંગી પડ્યો નરસિંહ, બોલ્યો – હું બર્બાદ થઇ ગયો

 | 10:59 am IST

નરસિંહ યાદવ પર ડોપિંગના આરોપમાં કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસની તરફથી ચાર વર્ષનો પ્રતિબંધ મૂકી દેવાયો. ત્યારબાદ સૌપ્રથમ વખત પહેલવાન નરિસંહનું નિવેદન આવ્યું છે. પ્રતિબંધના લીધે રિયો ઓલિમ્પિકમાં રમી ન શકવાનું સપનું તૂટવા પર નરસિંહ યાદવે કહ્યું, ‘કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સે પોતાનો નિર્ણય થોડોક નરમ રાખવો જોઇતો હતો. હું બરબાદ થઇ ગયો છું. છેલ્લાં બે મહિનામાં મારે મોટાભાગે મેટમાંથી બહાર જ રહેવું પડ્યું, પરંતુ દેશના સમ્માન માટે મારું રમવાનું સપનું હતું’.

નરસિંહે આ નિર્ણય પર દુ:ખ વ્યકતા કરતાં કહ્યું, ‘રિયો ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતવાનું મારું સપનું છીનવાયું ગયું છે. મારા પહેલાં મુકાબલાના 12 કલાક પહેલાં જ ક્રૂરતાએ મારા સપનાને છીનવું લીધું. પરંતુ હું પોતાને નિર્દોષ સાબિત કરવા માટે બધું જ કરીશ. હવે હું આના માટે લડાઈ લડીશ.’ નરસિંહ યાદવની પ્રાયોજક કંપની જેએસડબલ્યુ સ્પોર્ટસે કહ્યું છે કે અમે આ નિર્યણથી ખૂબ જ નાખુશ છીએ. વાડાની અપીલ પર જે રીતે નરસિંહ યાદવ પર ચાર વર્ષનો પ્રતિબંધ મૂકાયો છે તેનાથી તેઓ દુખી છે.

જેએસડબલ્યુ સ્પોર્ટસે કહ્યું કે નરસિંહ યાદવ દેશનો પહેલો એવો એથ્લીટ છે, જેને અમે સપોર્ટ કરી રહ્યા છીએ અને સતત કરીશું જ. કંપનીએ કહ્યું કે અમારું માનવું છે કે નરસિંહ યાદવ સંપૂર્ણ નિર્દોષ છે અને અમે તેની સાથે ન્યાયની લડાઈ હંમેશા બનાવી રાખીશું. જો નરસિંગના ખાવામાં છેડછાડ અને ષડયંત્રના પુરાવા મળશે તો અમે આ નિર્ણયની સમીક્ષા માટે દબાણ બનાવીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન