Nasa finds strange alien planet hiding outside our solar system
  • Home
  • Featured
  • નાસાએ શોધ્યો પૃથ્વી નજીક 3 ગણો મોટો ગ્રહ, સૂર્ય જેવડા તારાનું કરી રહ્યો છે ભ્રમણ

નાસાએ શોધ્યો પૃથ્વી નજીક 3 ગણો મોટો ગ્રહ, સૂર્ય જેવડા તારાનું કરી રહ્યો છે ભ્રમણ

 | 7:19 pm IST

નાસાએ આપણા સૌરમંડળની બહાર એક નવો ગ્રહ શોધ્યો છે. આ નવા ગ્રહનું નામ HD 21749b નામ આપવામાં આવ્યું છે તેની શોધ નાસાના નવા ટ્રાંજિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ (TESS)એ કરી છે. પ્લેનેટની શોધ કરનાર નાસાનું આ નવું ટેલિસ્કોપ છે. આ ગ્રહ પૃથ્વીથી 53 પ્રકાશ વર્ષના અંતરે સ્થિત છે. પૃથ્વીથી આટલો નજીક હોવા છતાં તે ઘણો ઠંડો છે અને તેનું તાપમાન 300 ડિગ્રી ફરેનહાઇટ છે.

એચડી 21749b એક નાના તારાની પરિક્રમા કરી રહ્યો છે અને તેને એક ચક્કર પુરું કરવામાં 36 દિવસ લાગે છે. નિશ્ચિત રીતે કોઇ બીજા ગ્રહ પર જીવનની સંભાવનાઓ શોધવામાં વૈજ્ઞાનિકો માટે આ મોટી સફળતા મેળવી છે. વૈજ્ઞાનિકોના મતે, આપણા ઘેરા વાયુમંડળના કારણે આ ગ્રહ પર જીવનની સંભાવનાઓ હોઇ શકે છે.

આ નવા ગ્રહની શોધ કરનાર ટીમના લિડર અને MITના કાવલી ઇન્સ્ટીટ્યૂટ ફોર એસ્ટ્રૉફિજિક્સ એન્ડ સ્પેસ રિસર્સની ડાયના ડ્રેગૉમિરે તેના પર કહ્યું કે, સૂર્ય જેવા ચમકદાર તારાનું ભ્રમણ કરી રહેલા આ અત્યાર સુધીનો સૌથી ઠંડો અને નાનો ગ્રહ છે, જેના વિશે આપણે હવે જાણીએ છીએ.

તેમણે વધુમાં જણાવ્યું કે, વૈજ્ઞાનિકો દ્વારા નાનો ગ્રહ ગણાવ્યો હોવા છતાં તે પૃથ્વીની તુલનામાં ખુબ જ મોટો છે. પૃથ્વીની તુલનામાં નવો ગ્રહ HD 21749b ત્રણ ગણો મોટો છે. પોતાની સાઇઝના કારણે આ નવો નેપ્ચ્યૂન કેટગરીમાં આવે છે તેનો મતલબ એવો છે કે આ TESS દ્વારા શોધાયેલો લગભગ પૃથ્વીની સાઇઝવાળો પહેલો ગ્રહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન