NASA features 3 entries from Indian kids for calendar
  • Home
  • NRI
  • NASAમાં ભારતના બાળકોએ ગવાડ્યો ડંકો, કેલેન્ડર પર છવાયા

NASAમાં ભારતના બાળકોએ ગવાડ્યો ડંકો, કેલેન્ડર પર છવાયા

 | 1:10 pm IST

નાસાના વાર્ષિક કેલેન્ડરમાં આ વખતે ભારતીય બાળકો છવાઈ ગયા છે. નાસાએ કોર્મિશયલ ક્રૂ પ્રોગ્રામ 2019 ચિલ્ડ્રન આર્ટ વર્ક કેલેન્ડર લોન્ચ કર્યું હતું, જેના કવર પેજ પર ઉત્તર પ્રદેશની 9 વર્ષની દીપશિખાનું ચિત્ર જોવા મળે છે.

આ કેલેન્ડરમાં વર્ષના 12 મહિનાઓ માટે બાળકો દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોનો ઉપયોગ કરાયો છે. ખાસ વાત એ છે કે કવર પેજ પર ભારતીય બાળકીની સાથે વધુ ત્રણ બાળકોનાં ચિત્રો આ કેલેન્ડરમાં જોવા મળે છે.

મહારાષ્ટ્રના 10 વર્ષના ઇન્દ્રયુદ્ધ અને 8 વર્ષના શ્રીહને દોરેલું ચિત્ર પણ આ કેલેન્ડરમાં સામેલ કરાયું છે. આ બંનેના સાથે મળીને આ ચિત્ર તૈયાર કર્યું છે. એ ઉપરાંત 12 વર્ષનાં તામિલનાડુના થેમુકિલિમનનું ચિત્ર પણ સામેલ છે. 12 મહિનાના કેલેન્ડર એક થીમ પર આધારિત છે, જે અંતરિક્ષ સાથે જોડાયેલો છે. દર મહિને અંતરિક્ષ સાથે જોડાયેલો કોઈ માસ્ટર પીસ થીમના આધારે પસંદ કરાયો છે.