Chandrayaan 2: NASA Found Important Picture Of South Pole Of Moon
  • Home
  • Featured
  • ચંદ્રયાન-2ને લઇને મોટા સમાચાર – નાસાને મળી ખાસ તસવીર, વિક્રમને લઇને ફરી જાગી આશા

ચંદ્રયાન-2ને લઇને મોટા સમાચાર – નાસાને મળી ખાસ તસવીર, વિક્રમને લઇને ફરી જાગી આશા

 | 6:20 pm IST

ચંદ્રયાન-2નાં લેન્ડર વિક્રમનું ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ ના થયા બાદ જેમ જેમ દિવસો પસાર થઇ રહ્યા છે તેમ તેમ લેન્ડરથી સંપર્કની આશાઓ પણ ખત્મ થઇ રહી છે. જો કે નાસાનાં એક પ્રયાસે ફરી આશા જગાવી છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ પોતાના મૂન ઑર્બિટર દ્વારા ચંદ્રનાં એ ભાગની તસવીર લીધી છે જ્યાં લેન્ડરે સૉફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. નાસા આ તસવીરોની સમીક્ષા કરી રહ્યું છે.

એલઆરઓનાં ડેપ્યૂટી સાયન્ટિસ્ટ જૉન કૈલરે નાસાનું નિવેદન જાહેર કર્યું

નાસાનાં એક પ્રોજેક્ટ સાયન્ટિસ્ટનાં કહ્યા પ્રમાણે, “નાસાનાં લૂનર રિકૉનિસંસ ઑર્બિટરે ચંદ્રમાનાં એ દક્ષિણ ધ્રુવની તસવીર લીધી છે, જ્યાં વિક્રમે ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો.” એલઆરઓનાં ડેપ્યૂટી સાયન્ટિસ્ટ જૉન કૈલરે નાસાનું નિવેદન જાહેર કર્યું જેમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે ઑર્બિટરનાં કેમેરાએ તસવીર લીધી છે. એક નિવેદનમાં કૈલીરે કહ્યું કે, “LROની ટીમ આ નવી તસવીરોનું વિશ્લેષણ કરશે અને પહેલાની તસવીરો સાથે તેની તુલના કરીને એ જોશે કે શું લેન્ડર જોવા મળી રહ્યું છે.”

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ‘નાસા આ છબિઓનું વિશ્લેષણ, પ્રમાણીકરણ અને સમીક્ષા કરી રહ્યું છે. જે સમયે ચંદ્ર પર સાંજનો સમય હતો ત્યારે નાસાનાં ઑર્બિટરે ત્યાંથી પસાર થઇને તસવીર લીધી હતી, તેનો મતલબ છે કે ઘણો ખરો વિસ્તાર તસવીરમાં કેદ થયો હશે.” ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2નાં વિક્રમ મોડ્યૂલનું ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગ કરાવવાની યોજના પ્લાન પ્રમાણે પૂર્ણ નહોતી થઈ શકી. અંતિમ ક્ષણોમાં લેન્ડર સાથે ઇસરોનો સંપર્ક તૂટી ગયો હતો.

આવતા બે દિવસ સંપર્ક નહી થાય તો શું થશે વિક્રમનું?

ચંદ્ર પર રાતો ઘણી ઠંડી હોય છે, ખાસ કરીને દક્ષિણ ધ્રુવ પર જ્યાં વિક્રમે હાર્ડ લેન્ડિંગ કરી હતી. અહીં રાત દરમિયાન તાપમાન -200 ડિગ્રી સુધી પહોંચી જાય છે. લેન્ડર વિક્રમનાં ઉપકરણો એ રીતે ડિઝાઇન નથી કરવામાં આવ્યા કે તે આટલા ઓછા તાપમાનને સહન કરી શકે. અહીં ઇલેક્ટ્રોનિક ઉપકરણો કામ નહીં કરે અને ખરાબ થઇ જશે.

આ વિડીયો પણ જુઓ: સુરતમાં ટ્રાફિકના નિયમો લાગુ થયા બાદ લોકો થયાં દોડતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન