nasa-insight-lander-record-air-sound-on-mars-listen-here
  • Home
  • Featured
  • નાસાના ઇનસાઇટ રોવરે મંગળ પર વહેતી હવાનો અવાજ કર્યો રેકોર્ડ, અહીં સાંભળો

નાસાના ઇનસાઇટ રોવરે મંગળ પર વહેતી હવાનો અવાજ કર્યો રેકોર્ડ, અહીં સાંભળો

 | 6:26 pm IST

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના ઇનસાઇટ લેન્ડરે મંગળ ગ્રહ ઉપર ઘૂમતી હવાના હલકા અવાજને રેકોર્ડ કરી મોકલ્યો છે. ધરતીવાસીઓએ પહેલી વખત મંગળ પરની હવાનો અવાજ સાંભળી શકશે.

સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે નાસાએ શુક્રવારે આ જાણકારી આપી હતી. નાસાના ઇનસાટિ લેન્ડરે મંગળ ગ્રહ પર પ્રતિ કલાકે 10થી 15 માઇલની ઝડપે વહેતી હવાના અવાજને રેકોર્ડ કર્યો છે.

નાસાએે ઇનસાઇટ લેન્ડરને 26મી નવેમ્બરે મંગળ પર ઉતાર્યું હતું. ઇમ્પીરિયલ કોલેજ લંડનના મુખ્ય સંશોધનકર્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, સિસ્મોમીટર પાસેથી મળેલી આ શરુઆતની 15 મિનિટનો પહેલો ડેટા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ કોઇ ઝંડો લહેરાતો હોય એ વખતે જેવો અવાજ સંભળાય એવો જ અવાજ છે.

આ અવાજ ખરેખર પરલૌકિક અવાજ છે. ઇનસાઇટ લેન્ડરને મંગળ ગ્રહની આંતરિક જાણકારીનો અભ્યાસ કરવા માટે મોકલાયું છે, જેમાં ભૂકંપની જાણકારી મેળવવા અને ગ્રહની ઉપરની સપાટીથી નીકળતી ગરમીનું અધ્યયન કરવાનું સામેલ છે. નાસાના વાઇકિંગ 1 અને 2 લેન્ડર્સ 1996માં મંગળ ઉપર પહોંચ્યા હતા અને તેઓએ મંગળ ગ્રહ પર હવાની હાજરીના સંકેત આપ્યા હતા. હવે મંગળના ભૂગર્ભને જાણવા માટે ઇનસાઇટને મોકલાયું છે.

મંગળની હવાનો અવાજ સાંભળો
મંગળ પર હવા વહે છે, તેનો અવાજ રેકોર્ડ કરીને ઇનસાઇટે નાસાને મોકલ્યો છે. મંગળ પરથી મોકલેલા એ તેના પહેલા ડેટા છે. આ ડેટામાં તેણે મંગળ પર વહેતી હવાનો અવાજ રેકોર્ડ કરીને મોકલ્યો છે. કોઇ ગ્રહ પર હવા હોય તો તેનો અવાજ સાંભળવાની આ પહેલી તક મળી છે. આ અવાજ તમે પણ સાંભળી શકો છો.

ચંદ્ર પર ચીને રોવર મોકલ્યું
ચંદ્રની એક જ બાજુ આપણે પૃથ્વી પરથી જોઇ શકીએ છીએ. તેની નહીં દેખાતી બાજુનો અભ્યાસ કરવા માટે ચીને ત્યાં એક રોવર મોકલવા આજે પ્રક્ષેપણ કર્યું હતું. ચીને શિચાંગ ખાતેના અવકાશ મથકેથી માર્ચ 3 બી રોકેટનો ઉપયોગ કરી ચાંગ ઇ-4નું પ્રેક્ષેપણ કર્યું હતું.