NASA launches selfie app: It takes photos in 'out of the world' locations
  • Home
  • Technology
  • NASA: ચાંદ-તારા વચ્ચે સ્પેસસૂટ સાથે અવકાશમાં સેલ્ફી ખેંચો, જાણો કેવી રીતે

NASA: ચાંદ-તારા વચ્ચે સ્પેસસૂટ સાથે અવકાશમાં સેલ્ફી ખેંચો, જાણો કેવી રીતે

 | 10:29 pm IST

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ હવે નવી એપ લોન્ચ કરી છે, જે તમને વર્ચ્યુઅલ સ્પેસસૂટમાં અવકાશનાં મનમોહક સ્થળો પર સેલ્ફી લેવા દેશે! આપણી આકાશગંગા હોય કે ઓરિયન નેબ્યુલા, અવકાશનાં કેટલાંય મનમોહક સ્થળો પર જઈને સેલ્ફી લઈ આવવી હવે નાસાની એપથી ઘરબેઠાં શક્ય બનશે.

અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ નાસા સેલ્ફી નામની એપ લોન્ચ કરી છે, જે વર્ચ્યુઅલ રિયાલિટી પર આધારિત છે, જેને પગલે તમે બ્રહ્માંડમાં જાણે પ્રવાસ કરીને સેલ્ફી લઈ શકો એમ બને છે. અવકાશયાત્રીના પોષાકમાં તમે આ સ્થળોએ સેલ્ફી લઈ શકશો. આ એપ સ્પાઇત્ઝર સ્પેસ ટેલિસ્કોપની 15મી વર્ષગાંઠે નાસાએ લોન્ચ કરી છે.

આ એપમાં તમારે બેકગ્રાઉન્ડ એટલે કે આકાશગંગા, ઓરિયન નેબ્યુલા કે બીજાં ચિત્રો પસંદ કરવાનાં રહે છે, એ બાદ તમારે સેલ્ફી લેવાની હોય છે, એટલે બાકીનું કામ એપ પૂર્ણ કરશે અને આકાશગંગાની અદભૂત તસ્વીર તમે અવકાશયાત્રીના પોષાકમાં સજ્જ હો એવી સેલ્ફી તૈયાર થશે. બસ, એ પછી તમારે એ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરવાની રહે છે.

આ એપ ios અને એન્ડ્રોઇડ ડિવાઇસ ઉપર ઉપલબ્ધ છે, વળી તમે જે બેકગ્રાઉન્ડ પસંદ કરો તે શું છે, તેની માહિતી પણ અપાઈ છે. આ તમામ બેકગ્રાઉન્ડ તસવીર સ્પાઇત્ઝર સ્પેસ ટેલિસ્કોપે જ ખેંચી છે.