NASA May Have Able To Answer On Vikram Lander As Its Orbiter Flyby
  • Home
  • Featured
  • ચંદ્રયાન-2ને લઈને NASA તરફથી આવ્યા મોટા સમાચાર, ટુંક સમયમાં જ વિક્રમ લેંડર વિશે…

ચંદ્રયાન-2ને લઈને NASA તરફથી આવ્યા મોટા સમાચાર, ટુંક સમયમાં જ વિક્રમ લેંડર વિશે…

 | 8:02 pm IST

ચંદ્રયાન-2ને લઈને એક નવી જ જાણકારી સામે આવી છે. અમેરિકાની અવકાશી સંસ્થા નાસા તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન બાદ ફરી એકવાર વિક્રમ લેંડરની સ્થિતિને લઈને કોઈ નવી જાણકારી સામે આવી શકે છે.

અમેરિકાની NASAએ વિક્રમને લઈને કોઈ નવી સૂચના આપવાની શક્યતા વ્યક્ત કરી છે. કારણ કે તેનું લૂનર રિકનૈસૈંસ ઓર્બિટર એ જગ્યાએથી જ પસાર થશે જે જગ્યાએ ભારતીય લેંડર વિક્રમ પડ્યું હોવાની આશંકા છે.

અમેરિકાની અવકાશી સંસ્થા NASA પાસે ટૂંક સમયમાં જ એ સવાલન જવાબ હશે કે વિક્રમ લેંડર આખરે મળી શકશે કે કેમ. આ અગાઉ નાસાના એક અધિકારીએ ન્યૂયોર્કમાં કહ્યું હતું કે, તેમનું ઓર્બિટર 14 ઓક્ટોબરે એ જગ્યા પરથી પસાર થશે જ્યાં વિક્રમનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તુટી ગયો હતો.

NASAએ આ અગાઉ કહ્યું હતું કે, તેમનું એલઆરઓ 17 સપ્ટેમ્બરે વિક્રમની લેડિંગ સાઈટ પરથી પસાર થયું હતું અને આ જગ્યાની હાઈ-રિઝોલ્યૂશન તસવીરો ખેંચી હતી. નાસાના જણાવ્યા પ્રમાણે લૂનર રિનેસૉ ઓર્બિટર કેમેરાની ટીમને જોકે લેંડરની સ્થિતિ કે તસવીરો હાથ લાગી શકી નહોતી.

નાસાએ તે દરમિયાન જણાવ્યું હતું કે, જ્યારે લેંડિગ સ્થળેથી અમારૂ ઓર્બિટર પસાર થયું તો ત્યાં કાળા ધુમાડા હતાં અને તેના પડછાયામાં મોટા ભાગનો ભાગ ઢંકાયેલો હતો. શક્ય છે કે, વિક્રમ લેંડરનો પડછાયો તેમાં છુપાયેલો હોય. LRO જ્યારે ઓક્ટોબરમાં ત્યાંથી પસાર થશે, તો પર્યાપ્ત ઉજાશ હશે અને ફરી એકવાર લેંડરની સ્થિતિ જાણી શકાશે અથવા તો તેના ફોટા લેવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદના રામોલમાં PSI પર હુમલાનો મામલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન