નાસાની નવી ઉડાનઃ અવકાશમાં ઉડાડશે ઇલેક્ટ્રિક વિમાન - Sandesh
 • Home
 • Supplements
 • Ardha Saptahik
 • નાસાની નવી ઉડાનઃ અવકાશમાં ઉડાડશે ઇલેક્ટ્રિક વિમાન

નાસાની નવી ઉડાનઃ અવકાશમાં ઉડાડશે ઇલેક્ટ્રિક વિમાન

 | 12:09 am IST

કરન્ટ અફેર્સ :- જયેશ ઠકરાર

તાજેતરમાં યુએસ સ્પેસ એજન્સી નાસાએ પ્રથમ પ્રાયોગિક ઇલેક્ટ્રિક વિમાનનું અનાવરણ કર્યું, આ વિમાનનું નામ એક્સ -૫૫ ‘મેક્સવેલ’ છે. ઠ–૫૭ ‘મેક્સવેલ’ ૨૦૧૫થી નિર્માણમાં છે. લગભગ એક વર્ષ પછી આ વિમાનને પરીક્ષણ માટે ઉડાન ભરવામાં આવશે. નાસાએ ૨૦૨૦ના અંત સુધીમાં વિમાનનું પરીક્ષણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

શોધ-સંશોધન

 • નાસાના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ન્યુટ્રોન સ્ટાર ઇન્ટીરિયર કમ્પોઝિશન એક્સપ્લોરર (એનઆઈસીઇઆર) દ્વારા બાહ્ય અવકાશમાં એક વિશાળ એક્સ-રે વિસ્ફેટ શોધી કાઢયો છે. આ વિસ્ફેટ દરમિયાન ૧૦ દિવસની અવધિમાં સૂર્યમાંથી ઉર્ત્સિજત થતી ઊર્જા માત્ર ૨૦ સેકન્ડમાં ઉર્ત્સિજત થઇ હતી .

વર્લ્ડ વોચ

 • ઇરાનમાં ૫૩ અબજ બેરલ તેલનો ભંડાર મળી આવ્યો છે, આ શોધ ઈરાનના ખુઝેસ્તાન પ્રાંતમાં કરવામાં આવી છે. જોકે હજી સુધી તેલના ઉત્પાદન અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ તેલની શોધથી ઈરાનની અર્થવ્યવસ્થાને વેગ મળશે તેવી અપેક્ષા છે.
 • પ્રવિંદ જુગનાથ ફ્રીથી મોરેશિયસના વડા પ્રધાન બન્યા છે, તેમણે તાજેતરમાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાને પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે. તેમના પ્રધાનમંડળમાં કુલ ૨૩ પ્રધાનો હશે.
 • વર્લ્ડ ઇકોનોમિક ફેરમની ૫૦મી વાર્ષિક બેઠક જાન્યુઆરી ૨૦૨૦માં સ્વીટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાશે. આ બેઠકમાં ૧૦૦થી વધુ ભારતીય સીઈઓ, રાજકારણીઓ અને બોલિવૂડ સ્ટાર્સ ભાગ લેશે.

દેશ-વિદેશ

 • “યુ.એસ.ની મિશિગન યુનિવર્સિટીએ આનુવંશિક પરીક્ષણ માટે દિલ્હીની એઈમ્સ અને મનિપાલની કસ્તુરબા મેડિકલ કોલેજ સાથે ભાગીદારી કરી છે. આ આનુવંશિક સંશોધન માટે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ દ્વારા ૩૨.૩ મિલિયન ડોલરની ગ્રાન્ટ આપવામાં આવી રહી છે.

ન્યૂઝ લાઈન

 • વિશ્વના પ્રથમ સીએનજી બંદર ર્ટિમનલનું નિર્માણ ગુજરાતમાં ભાવનગર બંદર પર કરવામાં આવશે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાવાળી ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા આપવામાં આવી છે.
 • મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ પછી એક પણ પક્ષ સરકાર નહીં રચી શકવાના કારણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં, આ રાષ્ટ્રપતિ શાસનનો કલમ ૩૫૬ (૧) હેઠળ અમલ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં આ ત્રીજી વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે .

રમતજગત

 • ભારતીય બોલર દીપક ચહરે આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની છેલ્લી ટી-૨૦ મેચમાં દીપક ચહરે ૩.૨ ઓવરમાં ૭ રન આપીને ૬ વિકેટ લીધી હતી. આ જ મેચમાં દીપક ચહરે શાનદાર હેટ્રિક લીધી હતી, તે આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય પુરુષ બોલર છે.
 • સ્વિડનના થોમસ ડેનરબીએ ભારતીય મહિલા અંડર ૧૭ હોકી ટીમના કોચનો પદભાર સંભાળ્યો છે. તેની પાસે લગભગ ૩૦ વર્ષનો કોચિંગનો અનુભવ છે.
 • ભારતની યુવા ક્રિકેટર શેફલી વર્મા આંતરરાષ્ટ્રીય અડધી સદી ફ્ટકારનાર સૌથી યુવા ભારતીય ક્રિકેટર બની છે. તેણે માત્ર ૧૫ વર્ષની ઉંમરે પ્રથમ આંતરરાષ્ટ્રીય અર્ધસદી ફ્ટકારી હતી. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-૨૦ મેચમાં ૭૩ રન બનાવ્યા હતા. આ સાથે તેણે સચિન તેંડુલકરનો ૩૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. શેફલીએ આ રેકોર્ડ ૧૫ વર્ષ અને ૨૮૫ દિવસની ઉંમરે કર્યો હતો, જ્યારે સચિને ૧૬ વર્ષ અને ૨૧૪ દિવસની ઉંમરે આ રેકોર્ડ બનાવ્યો હતો.
 • સ્પેન અને નેધરલેન્ડ્સ સંયુક્તપણે ૨૦૨૨ વિમેન્સ હોકી વર્લ્ડ કપનું આયોજન કરશે. જ્યારે ૨૦૨૩ મેન્સ હોકી વર્લ્ડ કપ ભારતમાં યોજાશે.

વિશિષ્ટ

 • પોલેન્ડના એક ગામમાં વૈજ્ઞાનિકોને ‘પ્લેયોસોર’ નામના જુરાસિક દરિયાઇ શિકારી જીવનાં દુર્લભ વિશાળ હાડકાં મળી આવ્યાં છે. પ્લેયોસોરની લંબાઈ લગભગ ૩૦ ફૂટ હતી અને તે ૧૫૦ મિલિયન વર્ષ પહેલાં જીવંત હતી.

બહુમાન

 • “વન્યપ્રાણી જીવવિજ્ઞાની ડો. કે. ઉલ્લાસ કારન્થને સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જ્યોર્જ શાલલર લાઇફ્ટાઇમ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
 • આદિત્ય બિરલા ગ્રૂપના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાને ૨૦૧૯ એબીએલએફ ગ્લોબલ એશિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

નિધન

 • ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન. શેષનનું અવસાન થયું. ૧૯૬૯માં તેઓ અણુ એનર્જી આયોગના સચિવ તરીકે નિયુક્ત થયા. ૧૯૭૨થી ૧૯૭૬ની વચ્ચે અવકાશ વિભાગના સંયુક્ત સચિવ હતા. ૧૯૮૮માં તેઓ સંરક્ષણ મંત્રાલયમાં સચિવ બન્યા.
 • ૧૯૮૯ તેઓ દેશના ૧૮મા કેબિનેટ સચિવ હતા. આ પછી, તેઓ ૧૨ ડિસેમ્બર, ૧૯૯૦થી ૧૧ ડિસેમ્બર, ૧૯૯૬ સુધી દેશના ૧૦મા મુખ્ય ચૂંટણી કમિશનર રહ્યા.
 • પદ્મશ્રી વિજેતા ધ્રુપદ ગાયક રમાકાંત ગુંદેચાનું તાજેતરમાં મધ્યપ્રદેશના ભોપાલમાં અવસાન થયું છે. તે ૫૬ વર્ષના હતા. તેમણે ભોપાલમાં ગુરુકુલ ધ્રુપદ સંસ્થાની સ્થાપના કરી હતી.
 • જાણીતા ગણિતશાસ્ત્રી વશિષ્ઠ નારાયણ સિંહનું અવસાન થયું, તે ભારતના આઈન્સ્ટાઈન તરીકે ઓળખાય છે. ૧૪ નવેમ્બરના રોજ તેમનું અવસાન થયું. તેમનો જન્મ બિહારમાં થયો હતો. છેલ્લાં ૩૫ વર્ષથી તે સ્ક્રીઝોફેનિયાથી પીડિત હતા.

રાજ્યોની રફ્તાર

 • વાઇલ્ડ લાઇફ ર્જીંજીએ ઉત્તર પ્રદેશના મથુરામાં ભારતમાં પહેલું હાથી મેમોરિયલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે.
 • ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે સૂરજ સેઠીના નામે અંગદાન માટે પ્રોત્સાહિત કરવા માટે ‘સૂરજ એવોર્ડ’ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. માર્ગ અકસ્માતમાં સૂરજ શેઠીનું મોત થયા બાદ તેનાં અંગોનું પ્રત્યારોપણ ૬ લોકોમાં કરાયું હતું.
 • ૧૪ નવેમ્બરના રોજ, ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે, આસામના ચાઇલ્ડ રાઇટ્સ પ્રોટેક્શન કમિશને ‘શિશુ સુરક્ષા’ નામની એક એપ શરૂ કરી. ડિજિટલ ઇન્ડિયાના મિશન પર ધ્યાન કેન્દ્રિત કરીને આ એપ બનાવવામાં આવી છે.
 • ટાટા ટ્રસ્ટે સેન્ટર ફેર સોશિયલ જસ્ટિસના સહયોગથી ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ૨૦૧૯ રજૂ કર્યો, આ અહેવાલમાં ન્યાય આપવાના મામલામાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે આવ્યું છે. આ યાદીમાં મહારાષ્ટ્ર પછી કેરળ, તામિલનાડુ, પંજાબ અને હરિયાણાનો ક્રમ આવે છે.

fb/jayesh thakrar current affairs

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન