NASA spacex dart spacecraft will attack asteroid at 24 November
  • Home
  • Top News
  • એસ્ટોરોઈડ પર હુંમલો કરશે NASAનું સ્પેસક્રાફ્ટ, 24 નવેમ્બર મહત્ત્વનો દિવસ

એસ્ટોરોઈડ પર હુંમલો કરશે NASAનું સ્પેસક્રાફ્ટ, 24 નવેમ્બર મહત્ત્વનો દિવસ

 | 8:59 pm IST
  • Share

  • 2600 ફૂટનો વ્યાસ ધરાવતા ડિડીમોસ એસ્ટરોઇડ પર હુંમલો કરશે નાસા
  • ડીડીમોસ એસ્ટરોઇડની નજીક રહેલા પથ્થરને નિશાન બનાવશે નાસા
  • પૃથ્વી પરના ટેલિસ્કોપથી બંનેની ગતિમાં ફેરફારનો અભ્યાસ કરવામાં આવશે

નાસા અને સ્પેસએક્સ 24 નવેમ્બરના રોજ એવા અવકાશયાનને લોન્ચ કરવાના છે, જે દૂરના અવકાશમાં ચક્કર લગાવતા એસ્ટરોઇડના ચંદ્ર સાથે ટકરાશે. તેનો હેતુ માત્ર એ જાણવાનો છે કે અથડામણથી એસ્ટરોઇડના ચંદ્રની દિશા બદલાય છે કે નહીં. આનાથી, પૃથ્વીને ભવિષ્યમાં એસ્ટરોઇડ હુમલાથી બચાવી શકાશે. પ્લાન તો 24 નવેમ્બરે લોન્ચ કરવાનો છે, જો કોઈ કારણોસર લોન્ચિંગ મુલતવી રાખવામાં આવે તો કોઈ સમસ્યા નથી. કારણ કે તેની લોન્ચિંગ વિન્ડો ફેબ્રુઆરી 2022 સુધીની છે.

અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ સ્પેસક્રાફ્ટ વડે એસ્ટરોઇડ પર હુમલો કરવાના મિશનની તારીખ જાહેર કરી છે. આ અવકાશયાન 24,140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ લઘુગ્રહ સાથે ટકરાશે. જેથી લઘુગ્રહની દિશામાં થતા ફેરફારને નોંધી શકાય. આ સાથે એ પણ જાણી શકાય છે કે ટક્કરથી દિશા બદલાશે કે નહીં. આ ઉપરાંત અથડામણ દરમિયાન લઘુગ્રહનું વાતાવરણ, ધાતુ, ધૂળ, માટી વગેરેનો પણ અભ્યાસ કરવામાં આવશે.

નાસાના નિવેદન અનુસાર, આ મિશનનું નામ ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ (DART) છે. જે ટેક્નિકનો ઉપયોગ કરીને આ કામ કરવામાં આવશે તેને કાઈનેટિક ઈમ્પેક્ટર ટેકનિક કહેવામાં આવે છે. આ ટેકનિક એવી રીતે વિકસાવવામાં આવી છે કે જેથી પૃથ્વી તરફ આવતા એસ્ટરોઇડ સાથે અથડાઈને અવકાશયાનને તેની દિશામાં બદલી શકાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો