આ ધૂમકેતુ સૂર્યની 80 હજાર કિમીની ઝડપે કરતું પ્રદક્ષિણા, થઈ ગયા ટૂકડે ટૂકડા - Sandesh
  • Home
  • World
  • આ ધૂમકેતુ સૂર્યની 80 હજાર કિમીની ઝડપે કરતું પ્રદક્ષિણા, થઈ ગયા ટૂકડે ટૂકડા

આ ધૂમકેતુ સૂર્યની 80 હજાર કિમીની ઝડપે કરતું પ્રદક્ષિણા, થઈ ગયા ટૂકડે ટૂકડા

 | 3:43 pm IST

નાસાના વૈજ્ઞાનિકોને ધૂમકેતુ (કોમેટ)ના વિનાશની તસવીરો લેવામાં પ્રથમવાર સફળતા સાંપડી છે. નાસાના હર્બલ ટેલિસ્કોપે પૃથ્વીથી 70 કરોડ કિમી દૂર આવેલા આ ધૂમકેતુની તસવીરો લીધી છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડેવિડ જુઈટે જણાવ્યું હતું કે નાસાના ટેલિસ્કોપ હબલે 332/ઈકિયા-મુરાકામી (332-પી કોમેટ)થી અલગ થતાં ટૂકડાઓની તસવીરો કેમેરામાં કંડારી છે. ધૂળ, બરફ અને ગેસથી બનેલા આ ધૂમકેતુના 25 ટૂકડા તસવીરોમાં જોઈ શકાય છે.

સંશોધનકર્તાઓના જણાવ્યા અનુસાર ધૂમકેતુના ટૂકડા 4,828 કિલોમીટરની ત્રીજ્યામાં ફેલાયેલા છે. આ ટૂકડાની પહોળાઈ 65થી 200 મીટર છે. વૈજ્ઞાનિકોને આ નવી શોધને પગલે સૂર્યની નજીક જતાં ધૂમકેતુમાં થતાં પરિવર્તન વિશે પણ પ્રથમવાર સ્પષ્ટ માહિતી મળી છે. 332-પી ધૂમકેતુ 80 હજાર કિમી કરતાં પણ વધારે ઝડપ સાથે સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને પ્રત્યેક ચાર કલાકમાં તેની ભ્રમણ કક્ષામાં પ્રદક્ષિણા પૂર્ણ કરે છે. વધારે પડતી ઝડપને લીધે તેની સપાટી તૂટતી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન