NASA's Parker Solar Probe Enters Second Orbit as It Circles Closer to The Sun
  • Home
  • Featured
  • ‘પાર્કર સોલાર પ્રોબ’એ સૂર્યની ભ્રમણ કક્ષામાં પોતાનું પ્રથમ ભ્રમણ કર્યું પૂર્ણ

‘પાર્કર સોલાર પ્રોબ’એ સૂર્યની ભ્રમણ કક્ષામાં પોતાનું પ્રથમ ભ્રમણ કર્યું પૂર્ણ

 | 11:31 pm IST

‘પાર્કર સોલાર પ્રોબ’ લોંચના માત્ર 161 દિવસ બાદ અંતરિક્ષ એજન્સી નાસાના અંતરિક્ષ યાનએ સૂર્યની ભ્રમણ કક્ષામાં પોતાનું પ્રથમ ભ્રમણ પૂરું કરી લીધું છે. હાલમાં પ્રસ્તાવિત 24 ભ્રમણ કક્ષાઓમાં પોતાની યાત્રાનો બીજો રાઉન્ડ શરૂ કરશે. આ સમય દરમિયાન તે સૂર્યની સૌથી નજીક પહોંચશે. આ વિશે નાસાએ જણાવ્યું કે, 12 ઓગસ્ટના રોજ પ્રક્ષેપિત તેમનું કાર આકારનું અંતરિક્ષ યાન સૂર્યથી 38 લાખ માઈલ દૂર સુધીની યાત્રા કરશે અને 4 એપ્રિલ, 2019ના રોજ સૂર્યની સૌથી નજીક પહોંચી જશે.

આ અભિયાન દરમિયાન અંતરિક્ષ યાન સૂર્યના કુલ 24 ચક્કર કાપશે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના એપ્લાઈડ ફિઝિક્સ લેબોરેટરીના પ્રોજેક્ટના મેનેજર એન્ડ્રી ડાઈસમેને જણાવ્યું હતું કે અંતરિક્ષ યાનનું પ્રથમ ભ્રમણ એકદમ સફળ રહ્યું છે. આ દરમિયાન અંતરિક્ષ યાનની કાર્યપ્રણાલી અને સંચાલન અંગે ઘણું બધું શીખવા મળ્યું છે.

આ અભિયાન જાણવા મળ્યું હતું કે સૌર પર્યાવરણમાં કેવા પ્રકારનો વ્યવહાર કરે છે. અમને એ વાત કહેવાનો આનંદ થાય છે કે ટીમનું અનુમાન એકદમ સચોટ હતું. અંતિરક્ષ યાને 1 જાન્યુઆરીના રોજ સંપૂર્ણપણે કામ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને તેની તમામ પ્રણાલીઓ ઓનલાઈન થઈ ગઈ છે. તથા નક્કી કરેલા કાર્યક્રમ મુજબ કામ કરી રહી છે.

અંતરિક્ષ યાન પોતાના ઉપકરણો મારફતે અંતરિક્ષ નેટવર્કના માધ્યમથી ધરતી પર આંકડા મોકલી રહ્યું છે અને અત્યાર સુધી વિજ્ઞાન સાથે જોડાયેલા 17 ગીગાબાઈટના આંકડા ડાઉનલોડ કરી લેવામાં આવ્યા છે. આ તમામ આંકડા એપ્રિલ મહિના સુધી ડાઉનલોડ કરી લેવામાં આવશે. અંતરિક્ષ યાન પોતાના બીજા રાઉન્ડ દરમિયાન એપ્રિલમાં સૂર્યથી 15 લાખ માઈલ દૂર સુધી પહોંચી જશે. જે વર્ષ 1976માં અંતરિક્ષ યાન હેલિઓસ-2ના સૂર્યથી 27 માઈલના અંતરથી લગભગ અડધું અંતર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન