Naseeruddin Shah said, fear of harassment for speaking his mind
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • નસીરુદ્દીન શાહે કહ્યું, જે કોઈ બોલશે તેનું ઉત્પીડન કરવામાં આવશે, આખરે ત્રણેય ખાન કેમ ચૂપ રહે છે

નસીરુદ્દીન શાહે કહ્યું, જે કોઈ બોલશે તેનું ઉત્પીડન કરવામાં આવશે, આખરે ત્રણેય ખાન કેમ ચૂપ રહે છે

 | 8:09 pm IST
  • Share

પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર બોલિવૂડ એક્ટર નસીરુદ્દીન શાહે ફરી એક વખત નિવેદન આપી નવી ચર્ચા જગાવી છે. તેમણે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા બાદ ભારતીય મુસ્લિમએ આપેલા કેટલાક નિવેદોનો બાદ ટિપ્પણી કરી છે.

તેમણે કહ્યું કે, કેટલાક મોટા ફિલ્મ નિર્માતા અને એક્ટર્સને પ્રો-ઈસ્ટેબ્લિશમેંટ્સ ફિલ્મો બનાવવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે. નસીરુદ્દીને કહ્યું કે, તેમની પાસે કોઈ પુરાવા નથી કે પ્રોપેગેંડા ફિલ્મ બનાવવા માટે ફિલ્મમેકર્સ અને એક્ટર્સને ક્લિન ચિટ આપવાનું વચન આપવામાં આવે છે કે નહીં. પરંતુ જે રીતે આ રીતની ફિલ્મો બની રહી છે તેનાથી આ સ્પષ્ટ છે.

અભિનેતાએ કહ્યું કે, તેમને સરકાર દ્વારા,સરકાર સમર્થક અને પ્રિય નેતાઓની કોશિશોની પ્રશંસા કરતી ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમણે કહ્યું, આર્થિક રૂપથી પણ મદદ કરવામાં આવે છે. આ સાથે તેઓ પ્રોપેગેંડા ફિલ્મો બનાવે છે તો તેમને ક્લીન ચિટ આપવાની પણ બાહેંધરી આપવામાં આવે છે.

એક્ટરે કહ્યું કે, તેમણે મુસ્લિમ હોવાના કારણે ક્યારેય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભેદભાવનો સામનો નથી કરવો પડ્યો, પરંતુ તેમણે ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીના કલાકારોને પોતાના મનની વાત કરવા માટે દરેક જગ્યાએ પરેશાન કરવામાં આવે છે. આખરે બોલિવૂડના ત્રણેય ખાન(સલમાન, શાહરૂખ અને આમિર) કેમ ચૂપ રહે છે. તે આ ત્રણેય તરફથી તો નથી બોલી શકતા પરંતુ તેમને એ વાતનો અંદાજ છે કે તે લોકોને કેટલા ઉત્પીડનનો શિકાર થવુ પડશે.

 નસીરુદ્દીન શાહે કહ્યું કે, તે(સલમાન, શાહરૂખ અને આમિર) એ ઉત્પીડનના કારણે ચિંતિત છે જેમના તેમન શિકાર બનાવવામાં આવશે. તેમની પાસે ગુમાવવા માટે ઘણુ છે. આ માત્ર આર્થિક ઉત્પીડન નહીં થાય કે એક બે વિજ્ઞાપન હાથમાંથી જતા રહેશે ત્યા સુધી સિમિત નહીં રહે પરંતુ તેમને દરેક રીતે પરેશાન કરવામાં આવશે. અભિનેતાએ કહ્યું, જે પણ બોલવાની હિંમત કરશે તેમનું ઉત્પીડન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન