Natasha Alia and Janhvi wore the same sari who looks better
  • Home
  • Featured
  • Photos: નતાશા-આલિયા-જ્હાન્વીએ એક જ સરખી સાડી પહેરી, તમે જ નક્કી કરો કોણ લાગે છે સુંદર

Photos: નતાશા-આલિયા-જ્હાન્વીએ એક જ સરખી સાડી પહેરી, તમે જ નક્કી કરો કોણ લાગે છે સુંદર

 | 8:42 am IST

મનિષ મલ્હોત્રાનું નામ આવતાજ ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં એક આગવો અંદાજ આપણી આંખો સમક્ષ ઉપસી આવે છે. તેમની ડિઝાઈન દરેક બોલિવૂડની દિવાઓને આકર્ષે છે. કરીના કપૂર ખાનથી લઈને જ્હાન્વી કપૂર સમયાંતરે તેમના કપડાં પહેરીને આકર્ષણ જમાવે છે. જો કે આ વખતે મનિષ મલ્હોત્રાએ એક સાથે 3 જાણીતી અભિનેત્રીઓને સજાવી હતી એક જ જેવી સ્ટાઈલના કારણે આ વખતે મનિષ ચર્ચામાં છે.

આલિયા ભટ્ટ, જ્હાન્વી કપૂર અને નતાશા પૂનાવાલાએ તેમની ડિઝાઈન કરેલી સાડીઓ પહેરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નતાશા પૂનાવાલા જાણીતી હસ્તી છે સીરમ ઈસ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના CEOની પત્ની છે પેજ-3 અને પાર્ટીઓથી જાણીતી નતાશાએ મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલ સાડી પહેરી હતી.

આલિયા ભટ્ટે જે બાંધણી પહેરી હતી તે પણ ખુબજ ચર્ચામાં છે આલિયાએ હેરસ્ટાઈલ અલગ કરી થોડી અલગ દેખાવાની કોશિશ જરૂર કરી હતી. આલિયાએ માંગટીકો પહેર્યો હતો જેના કારણે તે વધારે આકર્ષક લાગતી હતી.

જ્હાન્વીએ ઈશા અંબાણીના લગ્નમાં મનિષ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગ્રીન કલરની બાંધણી પહેરી હતી. આ ત્રણેય સાડીઓ બાંધણીની હોવાથી એક સરખી લાગતી હતી તેમાં કંઈ ખાસ મનિષ મલ્હોત્રાનું ક્રિએશન લાગતું ન હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન