national and health survey more women than men in india
  • Home
  • Featured
  • ગુડ ન્યૂઝઃ ભારતમાં પહેલીવાર પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધી

ગુડ ન્યૂઝઃ ભારતમાં પહેલીવાર પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધી

 | 3:19 pm IST
  • Share

  • NFHSના સર્વેમાં થયો મોટો ખુલાસો

  • ભારતમાં પુરુષો કરતા વધી મહિલાઓની સંખ્યા

  • ભારતમાં 1000 પુરુષોએ 1020 મહિલાઓઃ સર્વે

 
રાષ્ટ્રિય પરિવાર અને સ્વાસ્થ્ય સર્વેક્ષણના આધારે દેશમાં પુરુષોની સરખામણીએ હવે મહિલાઓની સંખ્યા વધી છે. સર્વેના આંકડા કહે છે કે ભારતમાં હવે 1000 પુરુષો પર 1020 મહિલાઓ છે. સર્વેમાં કહેવાયું છે કે પ્રજનન દરમાં પણ ઘટાડો આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરેલા આંકડામાં આ વાત સામે આવી છે. જેમાં દરેક પરિવારથી સેમ્પલ લેવાયા હતા.

 

ભારતમાં સતત વધી રહી છે મહિલાઓની સંખ્યા

આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં મહિલાઓની સંખ્યા સતત વધી રહી છે. તેનાથી પહેલા સ્થિતિ અલગ હતી. 1990ના દાયકામાં દર 1000 પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા 927 હતી. વર્ષ 2005-06માં ત્રીજા NFHS સર્વેમાં આ 1000-1000 ની સાથે બરોબર હતી. પરંતુ 2015-16ના સર્વેમાં આ આંકડામાં ઘટાડો આવ્યો હતો અને મહિલાઓની સંખ્યા 991 થઈ હતી. પહેલીવાર મહિલાઓ પુરુષોની આગળ નીકળી છે.

મહિલા સશક્તિકરણના સારા સંકેત

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વિકાસ શીલનું કહેવું છે કે જન્મ સમયે સારો લિંગ ગુણોત્તર એ સમયની નોંધપાત્ર સિદ્ધિ છે, જો કે વાસ્તવિક ચિત્ર વસતી ગણતરીમાં સામે આવશે. હાલના પરિણામોથી કહી શકાય છે કે મહિલા સશક્તિકરણના અમારા પગલાંએ આપણને સાચી દિશામાં આગળ ધપાવી છે.
NHFSના આંકડા

 


સર્વેના કેટલાક અન્ય આંકડાના આધારે 15 વર્ષથી નાની ઉંમરની જનસંખ્યાનો ભાગ જે 2005-06માં 34.9 ટકા હતો, 2019-21માં ઘટીને 26.5 ટકા થયો છે. ભારત હજુ પણ એક યુવા દેશ છે.નેશનલ ફેમિલિ હેલ્થ સર્વે-5ના અનુસાર એક મહિલા દ્વારા પોતાના જીવનકાળમાં બાળકોને જન્મ આપવાની સરેરાશ સંખ્યા 2.2થી ઘટીને 2 થઈ છે. જ્યારે ગર્ભ નિરોધક પ્રસાર રેશિયો 54 ટકાથી વધીને 67 ટકાનો થયો છે.

આવો છે ડેટાનો આધાર
NFHS-5માં વર્ષ 2019-20ના સમયે થયેલા સર્વેના ડેટાને ભેગો કરવામાં આવ્યો. આ સમયે લગભગ 6.1 લાખ ઘરનો સર્વે કરાયો હતો. સર્વેમાં કેટલાક નવા વિષયો જેવા કે પૂર્વી સ્કૂલી શિક્ષા, દિવ્યાંગતા, શૌચાલયની સુવિધા, મૃત્યુનું રજિસ્ટ્રેશન, માસિક ધર્મના સમયે સ્નાન કરવાની પદ્ધતિ અને ગર્ભપાતની રીત અને કારણો સામેલ છે. ઉલ્લેખનીય છે કે પહેલો રાષ્ટ્રિય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ વર્ષ 1992-93માં આયોજિત કરાયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો