NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ભૂલો કાઢી ક્લેઈમ નામંજૂર કરતી કંપનીઓ માટે ભાવનગરનો તમાચારૃપ ચુકાદો

ભૂલો કાઢી ક્લેઈમ નામંજૂર કરતી કંપનીઓ માટે ભાવનગરનો તમાચારૃપ ચુકાદો

 | 2:12 pm IST

ગ્રાહકોને વીમો ન ચૂકવવો પડે તે માટે વીમા કંપનીઓ કોઈને કોઈ બહાના કાઢી ક્લેમ નામંજૂર કરતી હોય છે. આવો ગુજરાતના ભાવનગરના મૃતકનો કિસ્સો નેશનલ કન્ઝયુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન, નવી દિલ્હી સુધી પહોંચ્યો હતો, જેમાં વીમા કંપની અવિવા લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિ.ને હારનો સામનો કરવો પડયો છે.

નેશનલ કમિશને તેના મહત્ત્વના ચુકાદામાં ઠરાવ્યું કે, જીવન વીમાના પ્રપોઝલ ફોર્મમાં અગાઉના વીમાની પોલિસીની હકીકત જાહેર ન કરી હોય તો તે મહત્ત્વની હકીકત છુપાવી હોવાનું કહી શકાય નહિ. વીમા એજન્ટે ફોર્મ ભર્યું હતું અને વીમેદારે માત્ર સહી કરી હતી, જેને ધ્યાને લઈ કમિશને સ્પષ્ટ ઠરાવ્યું કે, વીમેદારે ઈરાદાપૂર્વક માહિતી છુપાવી હોવાનું કહી શકાય નહિ.

નેશનલ કમિશને આ સાથે જ અવિવા લાઈફ ઈન્સ્યુરન્સ કં.લિ.ને આદેશ કર્યો છે કે તે ગ્રાહકને જીવન વીમા અંગેની રકમ ૧૫ લાખ ૬ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપે. કેસની વિગત અનુસાર, ભાવનગરના રામજીભાઈ પરમારે પોતાની જીવન વીમા પોલિસી લાઈફ લોન્ગ યુનિટ લિન્ક ૧૫ લાખની ઉતરાવી હતી. વીમા પોલિસીનો સમય ગાળો ૩૧ માર્ચ ૨૦૦૮થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૬૯ સુધીનો હતો. દરમિયાન ૧૫ એપ્રિલ ૨૦૦૮ના રોજ એટલે કે ૧૫ દિવસના ગાળામાં જ વીમેદારનું અવસાન થયું હતું. તેમના વારસદાર રેખાબહેન રામજીભાઈ પરમારે ક્લેમ ફાઈલ કર્યો તો અવિવા કંપનીએ ક્લેમ નામંજૂર કર્યો હતો. ગ્રાહકે વીમા રકમ માટે ભાવનગરના ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ફરિયાદ કરી, જેમાં કંપનીની તરફેણમાં ચુકાદો આવ્યો. ગ્રાહકે આ હુકમને રાજ્યના કમિશનમાં પડકાર્યો જેમાં ગ્રાહકની જીત થઈ હતી. જોકે કંપની નાખુશ થઈ નેશનલ કમિશન સમક્ષ ધા નાંખી હતી, જેમાં ગ્રાહક વતી દલીલ કરાઈ હતી કે, અગાઉ વીમો લીધો હોય તો પણ આ કિસ્સામાં પ્રીમીયમ નક્કી કરવામાં કોઈ ફેર પડતો નથી. આ અંગે કંપનીની કોઈ ગાઈડલાઈન પણ નથી. આખરે આ કિસ્સામાં ઉપરોક્ત અવલોકન સાથે કમિશને ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો છે.