wink-queen-priya-prakash-knowing-you-will-not-believe-toowink-queen-priy
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફિલ્મમાં ડાયરેક્ટરે વિંક ક્વિન પ્રિયા પ્રકાશને લઈને કર્યો મોટો ખુલાસો, જાણીને નહીં થાય વિશ્વાસ

ફિલ્મમાં ડાયરેક્ટરે વિંક ક્વિન પ્રિયા પ્રકાશને લઈને કર્યો મોટો ખુલાસો, જાણીને નહીં થાય વિશ્વાસ

 | 10:24 am IST

આંખ મારીને મશહૂર થયેલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વરિયર રાતો-રાત ફેમશ થઈ ગઈ હતી. તેની ફિલ્મ ‘ઓર આલર લવ’ના એક સોન્ગનાં વીડિયો વાયરલ થયો હતો જેને કારણે પ્રિયા સ્ટાર બની ગઈ હતી. હવે તે ફિલ્મને લઈને ડાયરેક્ટર ઓમર લુલૂ અને અભિનેત્રી નૂરીન શરીફે મોટો ખુલાસો કર્યો છે.

તાજેતરમાં ફિલ્મનાં બંન્ને ડાયરેક્ટરે જણાવ્યું કે, ફિલ્મમાં ફીમેલ લીડ લેવા માટે મેકર્સે દબાણ કર્યું હતું. તે પહેલા ફિલ્મમાં તે ફક્ત સપોર્ટિંગ અભિનેત્રીનો રોલ પ્લે કરી રહી હતી.

ડાયરેક્ટર ઓમર લુલૂએ તાજેતરમાં જ એક મલયાલમ ચેનલનાં ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, “જ્યારે ફિલ્મનાં સોન્ગમાં પ્રિયાનો વિંક સીન પોપ્યુલર થયો તો મેં પ્રોડ્યુસરથી દબાણ વધારીને કહ્યું કે ફિલ્મ સારી ક્વોલિટી સાથે બનવી જોઈએ. આ દરમિયાન મલયાલમ અને તેલુગૂ વર્જનનાં પ્રોડ્યુસરે મને કહ્યું કે પ્રિયા પ્રકાશને લીડ રોલમાં લઈને બનાવો. તે પહેલા ફિલ્મની થીમ અલગ હતી. શરૂઆતમાં ફિલ્મની સ્ટોરી યંગ કપલ પર આધારિત હતી જેની હત્યા કરી દેવામાં આવે છે, પરંતુ પ્રોડ્યુસરે પ્રિયાને હાઈલાઈટ કરતા ફિલ્મ બનાવવા માટે જણાવ્યું હતુ”.

એટલું જ નહીં તે ઈન્ટરવ્યૂ દરમિયાન ઓમરે તો એ પણ કબુલ કર્યું કે તેનો પ્રોડ્યુસર સાથે વિવાદ પણ થયો હતો. ડાયરેક્ટરે ખુલાસો કર્યો કે, “ફિલ્મમાં નૂરિને પ્રિયા પ્રકાશથી સારૂ પરફોર્મ કર્યું હતું. એટલુ જ નહીં નૂરિને કહ્યું કે, “સોન્ગથી પ્રિયા પ્રકાશને ફેમ મળવા બાદ તેને સાઈડલાઈન કરી દેવામાં આવી. ફિલ્મમાં હીરોઈન માટે જ્યારે ડાયરેક્ટર ઓમ લુલૂએ મને સિલેક્ટ કરી હતી ત્યારે હું ખુબ ખુશ હતી. પરંતુ જેવું જ પ્રિયાનાં વીડિયો વાળો સીન પોપ્યુલર થયો તો મેકર્સે ફિલ્મની સ્ટોરી જ ચેન્જ કરી નાખી.”