65માં રાષ્ટ્રીય પુરસ્કારમાં ગુજરાતી ફિલ્મ 'ઢ'એ જીત્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ - Sandesh
  • Home
  • Photo Gallery
  • 65માં રાષ્ટ્રીય પુરસ્કારમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’એ જીત્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ

65માં રાષ્ટ્રીય પુરસ્કારમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’એ જીત્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ

 | 6:07 pm IST

65માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત આજે કરવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ મનીષ સૈની દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મની વાર્તા સ્કૂલનાં 3 વિદ્યાર્થીઓ પર આધારિત છે. આ નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ભવન્સ કૉલેજમાં શૂટ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા 2017માં ફિલ્મ ‘રોંગ સાઇડ’ રાજુને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો. ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે પણ મનીષ સૈની દ્વારા લખવામાં આવ્યા છે.

ફિલ્મમાં નસરુદ્દીન શાહ જાદુગરની ભૂમિકામાં છે. આ સિવાય ફિલ્મમાં કહાન, કરણ પટેલ અને કુલદીપ સોઢા છે. ફિલ્મનું મ્યુઝીક મેઘધનુષ દ્વારા આપવામાં આવ્યું છે.