ઉન્નાવ ગેંગરેપ કેસમાં પીડિતાના પિતાના મોત પર યોગી સરકારને NCRTની નોટિસ - Sandesh
  • Home
  • India
  • ઉન્નાવ ગેંગરેપ કેસમાં પીડિતાના પિતાના મોત પર યોગી સરકારને NCRTની નોટિસ

ઉન્નાવ ગેંગરેપ કેસમાં પીડિતાના પિતાના મોત પર યોગી સરકારને NCRTની નોટિસ

 | 6:49 pm IST

ઉન્નાવ ગેંગરેપ મામલે હવે એક નવો જ વળાંક આવ્યો છે. પીડિતાના પિતાના મોત બાદ રાષ્ટ્રિય માનવાધિકાર પંચે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારને નોટિસ પાઠવી છે.

આયોગે સરકાર પાસે પીડિતાના પિતાના મોત અને પીડિતાના આરોપો પર જવાબ માંગ્યો છે. બીજી બાજુ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના બાંગરમઉના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર પીડિતાએ એક વર્ષ પહેલા બળાત્કાર કર્યાનો આરોપ લગાવ્યો હતો. ક્યાંયથી પણ ન્યાય ન મળતા પીડિતાએ સીએમ આવાસ સામે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. બળાત્કાર મામલે પીડિતાના પિતાને ધારાસભ્યના ભાઈએ માર માર્યો હતો. જેના કારણે જેલમાં જ પીડિતાના પિતાનું મોત નિપજ્યું હતું.

પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં પણ પીડિતાના પિતાને માર મારવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. તેમના શરીર પર ઈજાઓના 14 નિશાન મળ્યાં છે. આ કેસમાં ધારાસભ્યના ભાઈ અતુલ સેંગરની ધરપકડ કરવામાં આવી છે. અતુલ પર આરોપ છે કે તેણે યુવતીના પિતાને માર માર્યો હતો. ત્યાર બાદ જેલમાં જઈને પણ તેમને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું.

જો કે પોલીસે કસ્ટડીમાં મોત નિપજ્યાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. આ સમગ્ર મામલે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રિય માનવાધિકાર પંચે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારને નોટિસ પણ પાઠવી છે.